હડાળાનાની બીન ખેતી થયેલી જમીનના બોગસ દસ્તાવેજ થયા
જમીનના મુળ માલિકે ૧૯૯૫માં કુલમુખ્યારનામાથી વેચાણ કરનારને પોલીસે ફરિયાદી બનાવ્યો!: તંત્રના બંને હાથમાં લાડુ
એડવોકેટ, નોટરી અને મહિલા સહિત છ શખ્સો સામે નોંધાતો ગુનો
રાજકોટ પંથકમાં અલગ અલગ મોડસ ઓપરેટીથી તથા જમીન કૌભાંડમાં વધુ એક જમીન કૌભાંડનો ઉમેરો યો છે. મોરબી રોડ પર આવેલા હડાળા ખાતેની કરોડોની કિંમતની પાંચ એકર બીન ખેતી જમીનના બોગસ દસ્તાવેજ બન્યાની ૧૯૯૫માં જમીન વેચનાર મુળ માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા તંત્રના બંને હામાં લાડુ જેવી સ્થિતિ થઇ છે. પોલીસે વકીલ, નોટરી અને મહિલા સહિત છ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર આવેલા ચિંતનપાર્ક સોસાયટીમાં રહેતા તળશીભાઇ જેરામભાઇ પાડલીયાએ રાજકોટના પ્રજ્ઞાબેન આશિષભાઇ રાવલ, જૂનાગઢના માખીયાળા ગામના રામજીભાઇ વલ્લભભાઇ ગજેરા, નિર્મળભાઇ રામજીભાઇ ગજેરા, ક્રિષ્નાબેન રામજીભાઇ ગજેરા, નોટરી એન.આર.વોરા અને એડવોકેટ બી.એમ.દવે સામે કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
હડાળા સર્વે નંબર ૧૬૨ પૈકી ૨ની ૨.૨૧ હેકટર જમીનના મુળ માલિક તળશીભાઇ પાદરીયાએ ૧૯૯૦માં પોતાની જમીન બીન ખેતી કર્યા બાદ ૧૯૯૫માં આર્દશ સોસાયટીના ચંદ્રકાંત નરભેરામ શેઠને કુલમુખત્યાી વેચાણ કરી હતી. આ જમીન પર કોઇએ કબ્જો કરી લીધો હોવાનું તળશીભાઇ પાદરીયાએ જણાવ્યું હતું.
૧૯૯૫માં જમીન અંગે ગ્રામ પંચાયતમાં બીન ખેતી અંગેની એન્ટ્રી થયા બાદ જમીન પર અજાણ્યા શખ્સોએ કબ્જો કરી લીધા બાદ સરકારી રેકર્ડમાં જમીન ફરી ખેતીની દર્શાવવામાં આવી છે. બીન ખેતી થયેલી જમીનના સાત-બારના દાખલામાં ખેતી દશાવવામાં આવતું હોવાથી તળશીભાઇ પાદરીયાના નામનું પ્રજ્ઞાબેન રાવલના નામનું બોગસ કુલમુખત્યારનામું તૈયાર કરી રામજી ગજેરાના નામનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. દસ્તાવેજમાં સાક્ષી તરીકે નિર્મળભાઇ ગજેરા અને ક્રિષ્નાબેન ગજેરાએ સહી કરી હતી. બોગસ કુલમુખ્યારનામું બી.એમ. દવેએ કુલમુખ્યારનામામાં ખોટી ઓળખ આપી હતી. તેમજ નોટરી એન.આર.વોરાએ ખોટી રીતે નોટરી રજીસ્ટર કરી આપ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
તળશીભાઇ પાદરીયાએ ૧૯૯૫માં પોતાની જમીનનું વેચાણ કરી નાખ્યું હતું પણ દસ્તાવેજ થયો ન હોવાથી તેમને ત્યાં તા.૨૭-૮-૧૯ના રોજ મામલતદાર કચેરીમાંથી રામજીભાઇ ગજેરાના નામના દસ્તાવેજની પાકી નોંધ કરાવા માટે નોટિસ આવી ત્યારે પોતાના ધ્યાને આવ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. જમીનનું વર્ષો પહેલાં વેચાણ કરનાર અને જમીનમાં દબાણ હોવા છતાં પોલીસે તળશીભાઇ પાદરીયાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરતા તંત્રના બંને હાથમાં લાડુ જેવી સ્થિતિ થઇ છે.