11 વર્ષથી કબ્જો કરી ઓરડી બનાવી લેનાર 6 શખ્સોની ધરપકડ
શહેરના 150 ફૂટ રિંગ રોડ ગોવર્ધનચોકથી આગળ મચ્છો માં ના મંદિર પાસે ખુલ્લા પ્લોટમાં કબ્જો કરી ઓરડી બનાવી નાખી કટકે કટકે જમીનનું વેચાણ કરનાર 9 શખ્સો સામે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જમીન માલિકે લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. પોલીસની ટીમે 6 શખ્સોની ધરપકડ કરી છે.
લેન્ડ ગ્રેબિંગના બનાવ અંગે ખોડીયારપરા મેઇન રોડ પર રહેતા કારનું દ્ભાઈવિંગ કરતા અનુપકુમાર હિરાભાઇ રાવળ (ઉ.વ. 58)ની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે મવડીમાં ગોવર્ધન ચોકથી આગળ આવેલી 597 ચો.વા પ્લોટ પર કબ્જો કરનાર ખોડિયારપરાના જયરાજભાઇ મોહનભાઇ રાઠોડ, પ્રદિપભાઇ મોહનભાઇ રાઠોડ, હકાભાઇ બોઘાભાઇ શિયાળ , વેલાભાઇ કડવાભાઇ જોગસવા,રાજુભાઇ ગોવીદભાઇ ગમારા, પંકજભાઇ મૈયાભાઇ, જેતુનબેન વા/ઓ નુરમામદભાઇ. લીબાભાઇ ચાવડીયા, ભીખાભાઇ વેજાભાઇ ગમારા સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. એ.સી.પી. જે.એસ. ગેડમે વધુ તપાસ હાથ ધરી છે.પ્રૌઢે ફરિયાદમાં જણાવ્યું છે કે ગોવર્ધન ચોકની આગળ આવેલી મારી જમીનમાં 11 વર્ષથી ગેરકાયદેસર રીતે ઘુસી જય મહિલા સહીત 9 શખ્સોએ ઓરડીઓ બનાવી નાખી જમીન ઉપર કબ્જો કરી લીધો હતો.
માલવિયા નગર પોલીસ સ્ટેશનના પી.આઈ કે.એન.ભૂંકણની ટીમે જમીન પર કબ્જો કરનાર જયરાજભાઇ મોહનભાઇ રાઠોડ, પ્રદિપભાઇ મોહનભાઇ રાઠોડ ,હકાભાઇ ઉર્ફે હકો બોઘાભાઇ શિયાળ, ભીખાભાઇ વેજાભાઇ ગમારા , રાજુભાઇ ગોવીંદભાઇ ગમારા, લીંબાભાઇ ભલાભાઇ ચાવડીયાની અટક કરી છે.