- રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના બે પુત્રો સહિત 6 શખ્સો સામે ફરિયાદ
- ભોગ બનનાર જૈમીન ત્રિવેદીએ નોંધાવી ફરિયાદ
- સમગ્ર મામલે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથધરી
અરવલ્લી: મોડાસામાં બે દિવસ પહેલા રામપાર્ક વિસ્તારમાં એક્ટિવા પર જઈ રહેલા જૈમીન ત્રિવેદીને માર માર્યો હતો. તેમજ ફરિયાદીને માર મારવાનો વિડિઓ વાયરલ થતા મુદ્દો ગરમાયો હતો. યુવકને માર મારવાના ચકચારી કેસ મામલે ફરિયાદીએ રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના બે પુત્રો સહિત 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીને લાકડી અને બેટ વડે માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. આ ઉપરાંત સમગ્ર મામલે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર અત્યારે વિવાદમાં સપડાયા છે. એક યુવકને માર મારવાના કેસમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો સામે આખરે હવે ફરિયાદ નોંધાઈ છે. મારામારી કેસમાં મંત્રીના પુત્રો સામે ફરિયાદ નોંધાઈ છે. કૂલ 6 આરોપીઓ વિરૂદ્ધ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેમાં રણજીતસિંહ, કિરણસિંહ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અમિશ પટેલ સહિત 6 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર જયમીન ત્રિવેદીએ ફરિયાદ નોંધાવી છે. યુવકને માર મારતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. થોડા દિવસ અગાઉ જ ભીખુસિંહ પરમારના પૌત્રની કેટલાક શખ્સ સાથે મારામારી થઈ હતી અને આ શખ્સને પાઠ ભણાવવા ભીખુસિંહના પુત્રો પોલીસમાં ફરિયાદ કરવાના બદલે કાયદો હાથમાં લઈને યુવાનને ઢોર માર માર્યો હતો. પુત્ર અને પૌત્રની મારામારીની બંને ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. વીડિયોમાં દેખાય છે કે ભીખુસિંહના પુત્રો એક એક્ટિવા ચાલકની ધોલાઈ કરે છે. ભાજપના મંત્રીના પુત્રનો આ વીડિયો સામે આવ્યા બાદ હોબાળો મચી જોવા પામ્યો છે.
ત્યારે ચોંકાવનારી બાબત તો એ છે કે ગાંધીનગરમાં ભાજપના મંત્રી ભીખુસિંહ પરમારનું પુત્ર અને પૌત્રની મારામારી મામલે ભેદી મૌન જોવા મળ્યું છે. મંત્રી ભીખુસિંહ પરમાર મીડિયાથી બચવા મંત્રી MLA પ્રવેશદ્વાર પહોંચ્યા અને જય શ્રી રામ કહી રવાના થઈ ગયા હતા. આ મામલે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાની બચ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ મંત્રીના પૌત્રનું નામ BZ કૌભાંડમાં પણ આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 17 જાન્યુઆરીના રોજ મોડાસાના રામ પાર્ક વિસ્તારમાં મંત્રી ભીખુશી પરમારના પુત્ર રણજીતસિંહ કિરણસિંહ તેમજ જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલ સહિતના કેટલાક લોકોએ યુવકો ઉપર હિંસક હુમલો કર્યો હતો. જેમાં બેટ દંડા અને ગઢડા પાટુનો યુવકોને ઢોર માર માર્યો હતો.
અહેવાલ: ઋતુલ પ્રજાપતિ