ગેરકૃત્ય કરતાશખ્સો સીસીટીવી કેમેરામાં પણ થયા છે કેદ: કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ
જામજોધપુર શહેરમાં શાળા-ટયુશન કલાસીસ પાસે રોમીયોગીરીનો અનહદ ત્રાસ વધી ગયો હોય વાલીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પગલા ભરવા રજુઆત કરી છે.
જામજોધપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી શાળા-કોલેજ, ટયુશન કલાસીસ, ધાર્મિક સ્થળો પાસે રોમીયોગીરી લોકોનોત્રાસ અનહદ વધી ગયો છે. હાઈ પ્રોફાઈલ બાઈક લઈને કાળા દિબાંગ ચશ્માચડાવીને ઋતિક રોશનની ધુમ સ્ટાઈલથી રોમીયોગીરી કરવાવાળાનો ત્રાસ વધી ગયો હોય પોલીસ આબધો નજારો જોવા છતાં શહેરમાં કંઈ બનતું ન હોય તેમ કોઈ જાતની કાયદાકીય મગજમારી કરતીનથી. અંતે જામજોધપુરના એક વાલીએ આ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાંઅરજી કરતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
જામજોધપુરમાં જીતેન્દ્ર કરમશીભાઈ ડઢાણીયા (ઉ.વ.૪૨)એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાંજણાવ્યા મુજબ જયદિપ બટુકભાઈ મકવાણા-જામજોધપુર તેમજ ગૌતમ મધુભાઈરાઠોડ તથા અન્ય ૧૫ થી ૨૦ ઈસમો વિરુઘ્ધ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ છે અને જણાવ્યું છે કે મારી પુત્રી મધર ટેરેસા સ્કુલમાં ભણે છે તથા કલાસીસમાં દરરોજ ૪ થી ૬દરમિયાન બહેનપણીઓ સાથે જાય છે ત્યારે જયદિપ અને ગૌતમ તેમજ અન્ય શખ્સો મારી પુત્રી અનેતેની બહેનપણીઓની છેડતી કરે છે. આડી મોટર પણ નાખે છે અને બિભત્સમાંગણી પણ કરે છે. આવા શબ્દ વિદ્યાર્થિની સમક્ષ બોલી મોબાઈલ નંબરપણ માંગે છે અને અનેક રીતે હેરાન-પરેશાન કરે છે. આ કૃત્ય કરતા શખ્સો સીસીટીવી કેમેરામાં પણ આવી ગયા છે. આવા કૃત્યથી ગભરાઈ વિદ્યાર્થિનીઓ ટયુશન કલાસીસે જતી નથી આ અંગે જીતેન્દ્રભાઈ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
શહેરમાં આ શખ્સોથી આગામી દિવસોમાં કોઈ ગંભીર ઘટના ઘટે તે પહેલા કડક પગલા લેવા માંગણી પીએસઆઈ સમક્ષ કરેલ છે. રોમિયોગીરી અંગે થયેલી અરજીમાં જો કડક કાર્યવાહી નહીં થાય તો વાલીઓમાં વધુ આક્રોશ ફેલાશે. આ અંગે ધારાસભ્ય, પૂર્વમંત્રી, ડીવાયએસપી અને ગૃહ મંત્રાલય સુધી લેખિત રજુઆત કરવામાં આવી છે.