જેતપુર સાસરે રહેલ મોરબીની પરિણીતાને સાસરિયાઓ દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપવામાં આવતા આ મામલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં રૂકસાનાબેન મોસીનભાઇ સમા જાતે સંધી ઉ.વ.૨૧ ધંધો ઘરકામ રહે જેતપુર (કાઠી) શ્રી પાર્ક કુંડલીયા જેતપુર જી.રાજકોટ હાલ રહે, વરીયાનગર શેરી નં-૯ સો ઓરડી મોરબી (૧) મોસીનભાઇ નુરાભાઇ સમા(પતિ) (૨) જુબેદાબેન વા/ઓ નુરાભાઇ સમા(સાસુ) રહે. બન્ને જેતપુર (કાઠી) શ્રી પાર્ક કુંડલીયા જેતપુર જી.રાજકોટ (૩)રોશનબેન વા/ઓ દાઉદભાઇ પઢીયાર સમા (માસીજી સાસુજી)રહે. રાજકોટ સહિતનો વિરુદ્ધ શારીરિક, માનસિક ત્રાસ આપવા અંગે ગુન્હો નોંધાવ્યો હતો.
આ મામલે મહિલા પોલીસ દ્વારા સાસરિયાઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ઘરકામ બાબતે તેમજ કરિયાવર બાબતે મેણા-ટોણા મારી ઝધડાઓ કરી ભુંડા બોલી ગાળો આપી સામાન્ય મારા કુટ કરી શારીરીક માનસીક દુ:ખ ત્રાસ આપી ગુન્હામાં એક બીજાને મદદગારી કરી ગુન્હો કરવા મામલે ફરિયાદ દાખલ કરી તમામને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com