તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા (બબીતાજી) વિરુદ્ધ 17 મેના રોજ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેણે તાજેતરમાં જ તેના એક વિડિઓમાં એક જ્ઞાતિ વિશે ખરાબ બોલે છે, તે બાબતે સોશ્યિલ મીડિયા પર તેમની ટિપ્પણી કરવામાં આવી હતી, આ સાથે તેને જેલની સજા થાય તેવી પણ માંગ કરવામાં આવી હતી.
એક રિપોર્ટમાં DCP ભંવર સિંહ સિસોદિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ’42 વર્ષીય મનોજ પરમારએ મુનમુન દત્તા વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે કેસ દર્જ કર્યો છે. હાલમાં તેની તાપસ કરવામાં આવી રહી છે. વિડિઓમાં ટીકા થતા મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર માફી માંગતાં કહ્યું કે, ‘ભાષાના અવરોધને કારણે આ શબ્દનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હતો.’
આ પહેલા હરિયાણાના હાંસીમાં બબીતાજી વિરુદ્ધ કેસ દર્જ કરવામાં આવ્યો હતો. તેમાં દલિત માનવાધિકાર માટે રાષ્ટ્રીય ગઠબંધનના સભ્ય રજત કલસન દ્વારા 13 મેના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદ વિરુદ્ધ પોલીસ અધિક્ષક નિતિકા ગહલોતએ કહ્યું હતું કે, ‘હાલ તે મામલાની તાપસ કરી રહ્યા છે.’
View this post on Instagram
મુનમુન દત્તાએ વિડિઓમાં ‘ભંગી’ વિશે ખરાબ બોલી હતી. બાદમાં તેને ખબર પડતા તેને માફી માંગી હતી ને કહ્યું હતું કે, ‘મને ભાષા કે શબ્દોની સમજ ના હતી, તેથી મે એવું કહ્યું હતું. પણ મારો ઈરાદો કોઈ જ્ઞાતિકે જાત વિરુદ્ધ ખરાબ કહેવાનો ના હતો. તે શબ્દનો મને અર્થ ખબર ના હતો, તેથી આવી ભૂલ થઈ.’