રમનસિંઘના પુત્ર અને પૂર્વ સાંસદ અભિષેકસિંઘે કોંગ્રેસી આગેવાન નરેશ ડાકલીયા સહિતના અન્ય શખ્સો સાથે મળીને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ
દેશમાં ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશને દિન-પ્રતિદિન વધુને વધુ ત્તેજ રફતાર આપવાના રાષ્ટ્રવ્યાપી માહોલ ચાલી રહ્યો છે ત્યારે મંગળવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમનસિંઘના પુત્ર પૂર્વ સાંસદ અભિષેકસિંઘ સહિતના અન્ય ૧૯ સામે ચીટફંડ કૌભાંડને લઈને રાજ્ય પોલીસે સુરગુજા જિલ્લામાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખુબજ ગાજેલા ચીટફંડ કૌભાંડમાં ભાજપના પૂર્વ સાંસદ મધુસુદન યાદવ અને કોંગ્રેસના નેતા નરેશ ડાકલિયા સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યા છે. કરોડો પિયાના આ ચીટ કૌભાંડમાં અભિષેક, મધુસુદન અને ડાકલિયાએ કંપનીના પ્રચાર માટે સ્ટાર પ્રચારક તરીકે ભૂમિકા ભજવી હતી અને ૨૦૧૬માં વિવિધ જિલ્લાઓમાં તેના પ્રચાર કર્યો હતો. જો કે, આ કેસમાં હજુ કોઈની ધરપકડ ઈ ની. અભિષેક, મધુસુદન અને ડાકલિયા સહિતના ૧૭ ડાયરેકટર અને કમિટીના સભ્યો સહિતના અનમોલ ઈન્ડિયા કંપનીના સંચાલકો સામે સોમવારે અંબિકાપુર શહેરના પોલીસ મકમાં પ્રેમ ગુપ્તા સાગરના નામના એક રોકાણકારની ફરિયાદના આધારે ગુન્હો દાખલ યો હતો.
સરગુજા રેન્જના આઈ.જી. કે.સી.અગ્રવાલના જણાવ્યા અનુસાર રોકાણકાર અને કંપનીના એજન્ટ તરીકે કામ કરતા પી.એસ.ગુપ્તાએ કોર્ટમાં કરેલી ફરિયાદના પગલે કોર્ટે આ ગુનો દાખલ કરવા પોલીસને આદેશ કર્યો હતો. પોલીસે ૨૦ આરોપીઓ સામે છેતરપિંડી, વિશ્ર્વાઘાત, સંપત્તિ પચાવી પાડવા અંગે કલમ ૪૨૦, સામાન્ય ઈરાદો પાર પાડવા અંગે આઈપીસી ૩૪ અને છત્તીસગઢ પ્રોટેકશન ઓફ ડિપોઝીટર ઈન્ડેક્ષ-૧ ૨૦૦૫ અન્વયે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હજારો લોકોએ મહેનતના પૈસા ખોયા હોવાની ફરિયાદો વ્યાપકપણે સુરગુજા જિલ્લામાં ઉઠવા પામી છે.
અન્ય એક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સાત આરોપીઓ મો. જાવેદ મેમણ, શાહપુરા મેમણ, મો. જુનેદ મેમણ, નિલોફર બાનુ, મો.ખાલિદ મેમણ, નાદિયાબાનુ, હાજી ઉંમર મેમણ, મહારાષ્ટ્રના નાગપુરના વતની છે. ફાતેમાબાનુ, હમીદ મેમણ, રાજનંદ ગાંવના સિબુખાન કંપનીના ડાયરેકટર છે અને સાત આરોપીઓ જે કંપનીના કોર મેમ્બર તરીકે કામ કરતા હતા તેમને પણ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. પૂર્વ સાંસદ અભિષેક યાદવ અને રાજનંદ ગાંવના પૂર્વ મેયર ડાકલિયા મુખ્ય આરોપીઓ છે. ફરિયાદી ગુપ્તાએ આક્ષેપ કર્યો છે કે કંપનીમાં પોતે ૯૮ હજાર પિયાનું મિલકત વેંચીને રોકાણ કર્યું હતું. અભિષેક આ કૌભાંડમાં પોતાની કોઈ સંડોવણી ન હોવાનું જાહેર કર્યું છે.