ઘરમાં જ રહેવાના પ્રતિબંધોનો ઉલાળ્યો કરનારા ચેતે
કોરોના કાળમાં ક્ધટેનમેન્ટ તથા માઈક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેનારા લોકો ઝોનમાંથી બહાર નીકળવાના પ્રતિબંધ છતાં તેનો ભંગ કરતા સાત લોકો સામે અલગ અલગ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હોવાનું મહાપાલિકાએ જણાવાયું છે.
કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે જેમાં કન્ટેન્ટમેન્ટ / માઈક્રો ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં આવેલ ઘર/મકાનોમાં રહેતા લોકોને ઝોન વિસ્તારમાંથી બહાર જવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના પોઝિટિવ આવેલ વિસ્તારને ચેપ ગ્રસ્ત વિસ્તાર ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. જેમાં લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ ફરવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરતા સાત લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા જે સાત (7) લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે તેમાં ચિંતનભાઈ ડોડીયા, મેઘજીભાઈ ગૌતમી (ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન), ગીરીશભાઈ માણેક (ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન), નિતેશભાઈ ચુડાસમા (ભક્તિનગર પોલીસ સ્ટેશન), સિકંદરભાઈ બાંભણીયા (ભક્તિનગર પોલીસ સ્ટેશન), સતીશભાઈ સોનગરા (આજી ડેમ પોલીસ સ્ટેશન) અને પીયુશભાઇ સિધપરા (આજી ડેમ પોલીસ સ્ટેશન) સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ કર્યો છે અને લોકોને પોતાના ઘરમાં જ કોરોન્ટાઇન રહેવા જણાવવામાં આવે છે. કોરોના વાઇરસ ચેપી રોગ હોવાથી ઘરની બહાર નીકળવાથી અન્ય લોકોને પણ કોરોના વાઇરસનો ચેપ લાગે છે જેનાથી પોતાની અને બીજા માનવની જિંદગીને જોખમમાં મુકાય છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દી ઘરે સારવાર હેઠળ હોય ત્યારે તેને સંપૂર્ણ સારવાર ઘરે જ મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા સંજીવની રથ કાર્યરત છે. મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે, હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલ દર્દી ઘરની બહાર ન નીકળે.