ગયા અઠવાડીયે મૃતક પ્રૌઢના ઘરમાંથી ૧॥ કરોડના સોના-ચાંદીના દાગીના મળ્યા’તા
એક મહિના અગાઉ પ્રૌઢે ભાણેજના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો ’તો
નાગેશ્રીના વણિકે રાજકોટમાં આપઘાત કરી લીધા બાદ તેના મકાનમાંથી દોઢ કરોડથી વધુ રકમના દાગીના મળી આવ્યા બાદ પોલીસે તપાસના ઘમઘમાટ વચ્ચે સ્પુસાઇડ નોટના આધારે સાત વ્યાજખોરો સામે મરી જવા મજબૂર કર્યા અંગેનો ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ૧૫૦ ફૂડ રીંગ રોડ પર અમૃતા પાર્કમાં એકાદ માસ પહેલા જાફરાબાદના નાગેશ્રી ગામે રહેતા હિતેશ વ્રજલાલ ગોરાળીયા (ઉ.વ.૪૮)એ ગળાંફાસો ખાઇ આપઘાત કરી લીધા બાદ આજે મૃત્કના પત્ની મીનાબેન (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી ૭ વ્યાજખોરો સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી મરી જવા મજબુર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
યુનિવર્સિટી પોલીસે આ મામલે નાગેશ્રી મીનાબેનની ફરિયાદ પરથી રાજુલાના ભાભલુભાઇ નાગાભાઇ વરૂ , નાગેશ્રીના શૈલેષ ભરતભાઇ મીઠાપુર, નાગેશ્રીના શીવા બીસુભાઇ વરૂ , સાંવરકુંડલાના આલીગ ભીમભાઇ ચાંદુ, ગોડકાના જયરાજ ભાણકુ ચાંદુ, સાંવર કુંડલાના મંગળુ ભાભલુ ચાંદુ, સામે મનીલેન્ડ અને મરવા મજબુર કર્યા અંગેની સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
હિતેષભાઇએ ગત તા.૮-૬ના આપઘાત કરી લીધા બાદ તેની પાસેથી પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં બાજખોરોના નામ ઉપરાત અમરેલી એસ.પી.ને સંબોધીને લખાયુ હતુ કે તેના માતાની શ્ર્વાસની તકલીફને કારણે દાખલ કરવા પડતા હોવાથી ૧૦% વ્યજે નાણા લીધા હતા. જેનુ ચારેક વર્ષ વ્યાજ ભયુ અને ભાગીદારીની ખેતમાંથી ભાગ છોડાવી અને ત્રણ મકાન કે જે નાગેશ્રી આવેલા છે તે બાજખોરોને વેચીને નાણા ચૂકતે કરી આપ્યા છે. બાજખોરોેએ દોઢકે વર્ષનુ વ્યાજ જતુ હોય જેની સમાધાન કયુ હતુ. પરતુ સાતેક માસ પબાદ તેઓ પઠાણી ઉઘરાણી કરી ધમકી આપવા લાગતા ત્રાસથી કંટાળી આ પગલુ ભરી લીધાનુ પોલીસને જણાવ્યુ હતુ.ઉલ્લેખનીય છે કે પ્રૌઢે સ્યુસાઈડ નોટમાં લખ્યું હતુ કે ‘પ્રતિ શ્રી એસપી સાહેબ અમરેલી મારા બાને શ્ર્વાસની તકલીફ રહેતી હોઈ જેથી મારે મજબુરીથી વ્યાજે રૂ પીયા લેવા પડયા હતા. ૧૦% વ્યાજે લીધા હતા ત્રણ ચાર વર્ષ વ્યાજ ભર્યું અને મારી ભાગીદારીની ખેતીની જમીન પણ ભાગ છૂટો કરાવી વેચાણ કર્યા બાદ ત્રણ મકાનો પણ વેચી દઈ નાણાની ચૂકવણી કરયા બાદ સમાધાન કર્યું હતુ. એ પછી સાત મહિના પછી ફરીથી ઉઘરાણી કરવા માંડયા અને ‘તારે શુ તારા બાપાને પણ બે વર્ષનું વ્યાજ આપવું પડશે નહીંતર તારૂ ખૂન કરી નાખશુ’ કહી નાગેશ્રી હાઈવે પર ઢીકાપાટુનો મારમારી ત્રણેક ફડાકા પણ ઝીંકી દીધા હતા. બે ત્રણ દિવસમાં વ્યાજ નહિ આપ તો છરી મારી દઈશું તેવું પણ લખ્યું હતુ.
‘લોકડાઉનના કારણે હિસાબે ધંધો ચાલતો નહી, ઘર ચલાવવામાં પણ મુશ્કેલી પડે છે, વ્યાજખોરોની ચિંતા અને મારી નાખવાની ધમકી આપતા હોઈ જેથી કંટાળી હું આ પગલૂ ભરૂ છું પુત્ર હિરલ અને હાર્દિકનું ધ્યાન રાખજે મીના મે સાત વ્યકિત પાસેથી નાણા લીધા હતા. અને તે ચૂકવી પણ દીધા છે.’
આ સ્યુસાઈડ નોટના આધારે યુનિવર્સિટીના પીઆઈ આર.એસ.ઠાકરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એચ.જે. બરડીયાની ટીમે વધુ તપાસ હાથ ધરી હતી.