પરિણીતાને સંતાન ન થતું હોવાથી સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ અપાતો હોવાની રાવ
મોરબીમાં રેલ્વે એન્જીન હેઠળ આવી ગયેલી પરિણીતાનું મોત થયા બાદ પરિણીતાના આપઘાત મામલે સાસરિયાઓ સામે મરવા માટે મજબુર કર્યા અંગેનો ગુન્હો નોંધાયો છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ શનિવારે રાત્રીના સમયે લલીતાબેન નામની પરિણીતાએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો હતો જે મામલે બીપીન વાઘેલા રહે. રોહીદાસપરાવાળાએ બી ડીવીઝન પોલીસમા ફરિયાદ નોંધાવી છે કે આરોપી પતિ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુ મધુરદાસ પોપટ, સાસુ રંજનબેન, નણંદ ચાંદની તેમજ દેવર રાહુલ એ તમામે મરણ જનાર લલીતાબેનને સંતાન ન થતું હોય તેમ કહીને શારીરિક માનસિક ત્રાસ ગુજારી મરવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે.
બી ડીવીઝન પોલીસે પરિણીતા આપઘાત કેસમાં સાસરિયાઓ વિરુદ્ધ દહેજ ઉપરાંત આપઘાત માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.