લોઠડા ગામે બજરંગ ઇન્ડસ્ટ્રીયલ એરીય પ્લોટ નં. ૩૦ શ્રી એન્જીનીયરીંગ ભાગીદારી પેઢીના નામથી સબ મર્શીબલ મેન્યુયફેકચરીંગયનું કામ કરતા નૈમીષ જગદીશભાઇ વાછાણી સામે શુકન ઇન્ડસ્ટ્રીઝ પેઢીના ભાગીદાર હસમુખભાઇ ગોરધનભાઇ જાલાવડીયાએ એડી. ચીફ જયુ.  મેજી. ની કોર્ટમાં ત્રણ ફરીયાદ દાખલ કરેલ છે.

૨૦૧૭-૧૮ માં રૂ ૩૭૯,૧૦૦/- નો માલ ખરીઘા બાદ પાર્ટ પેમેન્ટ ચુકવ્યા પછી ફરીયાદીના રૂ ૧૮,૨૨૩૮/- પાસે બાકી લેણા નીકળે છે.બાકી લેણું ચુકવવા છ-એક ઇસ્યુ કરી આપેલા અને તેમાં શ્રી એન્જીનીયરીંગ ભાગીદારી પેઢીના ભાગીદાર દરજજે સહી કરી આપેલ.

છ ચેકની વસુલાત મેળવવા ફરીયાદી તેના બેંક એકાઉન્ટમાં રજુ રાખતા તમામ ચેક ડિસઓનર થયેલ. ચેક ડિસઓનરની જાણ થતાં તેઓએ એડવોકેટ મારફત નોટીસ આપી. ડિસઓનર થયેલી ચેકની રકમની ડિમાન્ડ કરેલી જે તે નોટીસ તહોમતદારને યોગ્ય રીતે બજી ગયેલ હોવા છતાં નોટીસ પીરીયડમાં ડીનઓનર થયેલી ચેકની રકમ નહી ચુકવતા નૈમીષ વાછાણી તથા ભાગીદી પેઢી સામે ફરીયાદ દાખલ થયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.