ચિત્રદૂર્ગમાં ગુજરાતનાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મેવાણીએ કરેલાં વિવાદિત નિવેદનને કારણે ચિત્રદૂર્ગ ભાજપ જિલ્લા અધ્યક્ષે નોંધાવી છે. કારણ કે જિજ્ઞેશ મેવાણીએ 15 એપ્રિલે નરેન્દ્ર મોદીની યોજાનાર સભામાં કંઇક વિઘ્ન ઊભું કરવા માટે કાર્યકરોને અપીલ કરી હતી.
જિજ્ઞેશ મેવાણીએ એક સભામાં કાર્યકરોને ઉશ્કેરણીજનક નિવેદન કરતાં જણાવ્યું હતું કે,”15 એપ્રિલે નરેન્દ્ર મોદીની યોજાનાર જાહેર સભામાં ખુરશીઓ ઉછાળજો અને તેમની સભામાં વિક્ષેપ ઉભો કરજો અને સાથે પ્રશ્ન કરજો કે 2 કરોડ નોકરીઓનાં વચનનું શું થયું અને કહેજો કે જો જવાબ ના હોય તો હિમાલય જઇને સૂઇ જાઓ અને રામજીનાં મંદિરનો ઘંટ વગાડો.” જો કે જીજ્ઞેશ મેવાણીનાં આ નિવેદનને કારણે ભાજપનાં કાર્યકરોમાં ભારે રોષ જોવાં મળી રહ્યો છે.
BJP’s Chitradurga district president lodges FIR against Jignesh Mevani for his speech in Chitradurga, wherein he urged youth to disrupt PM Modi’s campaign program. #Karnataka
— ANI (@ANI) April 6, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com