જમીનનો દસ્તાવેજ ન કરી આપી એન.આર.આઈ સાથે કરી હતી છેતરપિંડી

ગોંડલની એડી. ચીફ. જયુડી. મેજી કોર્ટએ ભા. જ. પ.ના આગેવાન કિશોરભાઈ અંદીપરા વિરુદ્ધ એન. આર. આઈ. દ્વારા કરવામાં આવેલ રૂ 41,23,000/- ચેક રિટર્ન ની ફરિયાદ રજીસ્ટરે લઈ આગળ ની કાર્યવાહી કરવાનો હુકમ ફરમાવેલ છે.કિશોરભાઈ અંદિપરા તાલુકા પંચાયત ના પ્રમુખ ના પિતા થાય છે.ફરિયાદ ના પગલે ગોંડલ પંથક મા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે

બનાવ ની પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલના રહેવાસી અને ભા.જ.પ ના અગ્રણી કિશોરભાઇ છગનભાઇ અંદીપરા વિરુદ્ધ ગોંડલના રહેવાસી એન. આર. આઈ. સાધનાબેન કીર્તિભાઈ મકાતીએ તેના કૂલ મુખત્યાર રાજેશભાઈ લાલજીભાઇ સખીયા મારફત રૂ 41,23,000/- ના ચેક રિટર્ન ની ફરિયાદ કરેલ છે ફરિયાદ માં કરવામાં આવેલ આક્ષેપો મુજબ કિશોરભાઇ અંદીપરા એ બામણબોર ખાતે આવેલ તેની એવરેસ્ટ પ્લાસ્ટિક પ્રા. લી. વાળી જમીન કે જે રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી. માં ગીરો પડેલ હતી તે જમીન ફરીયાદી ને ખરીદવા મોટી મોટી વાતો કરી ફરીયાદી પાસેથી રકમ રૂ  4050000/- જેટલી રકમ આરોપીએ પોતાની કંપની ના ખાતા માં જમા કરવી ત્યાર બાદ જમીન નો દસ્તાવેજ ફરીયાદી ને કરી આપેલ નહિ અને ત્યાર બાદ ફરિયાદ અને આરોપી વચ્ચે નોટિસ વ્યવહારો કરવામાં આવેલ.

અંતે કિશોરભાઇ અંદીપરા એ ફરીયાદી સાથે રકમ રૂ 61,23,000/- માં સમાધાન કરી તે પેટે રકમ ની ચુકવણી કરવા રૂ 41,23,000/- નો ચેક આપેલ જે ચેક ફરીયાદી એ બેન્ક માં નાખતા વગર ચુકવણે સાઇન ડિફર ના શેરા સાથે પરત ફરેલ જે અંગે ફરીયાદીએ આરોપી કિશોરભાઇને વકીલ મારફત ચેક રિટર્ન ની નોટિસ આપેલ પરંતુ આરોપી એ નાણાં ચૂકવેલ નહિ જેથી ફરીયાદી એ તેના કૂલ મુખત્યાર મારફત ચેક રિટર્ન ની ફરિયાદ ગોંડલ કોર્ટમાં કરતા આ ફરિયાદ રજીસ્ટરે લઈ કોર્ટએ આગળની કાર્યવાહી કરવાનો હુકમ ફરમાવેલ છે.આ કામે એન. આર. આઈ. વતી પંડિત એશોસીટ્સ ના એડવોકેટ કલ્પેશ એન. મોરી, એડવોકેટ આર. આર. બસીયા, એડવોકેટ વૈશાલી વિઠલાણી, એડવોકેટ મિથિલેસ પરમાર રોકાયેલ છે તથા કાનુની સલાહકાર તરીકે સંજય પંડિત કોર્ટ કાર્યવાહી કરી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.