છેલ્લા કેટલાક દિવસથી CBI દ્વારા દિલ્હી-એનસીઆર અને અન્ય કેટલાક શહેરમાં દરોડા પાડવાની કાર્યવાહી વધારી દીધી છે. વાત એવી છે કે વર્ષ ૨૦૧૭-૧૯ દરમિયાન યસ બેંકમાં રૂપિયા 466 કરોડ ટ્રાન્સફર કરવાના કેસમાં ઠેર ઠેર દરોડા પાડી રહી છે. આ મામલે CBIએ અત્યારસુધીમાં કુલ ૧૪ સ્થળોએ દરોડા પાડયા હતાં. ઉલ્લેખનીય છે કે CBIએ ઓયસ્ટર બિલ્ડવેલ પ્રાઇવેટ લિમિટેડ, અવન્થા ગુ્રપના પ્રમોટર ગૌતમ થાપર અને અન્ય કેટલાક શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કર્યા પછી આ કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ પ્રમાણે યસ બેંકમાં ફંડ ટ્રાન્સફરના અન્ય એક કેસમાં પહેલાથી જ ગૌતમ થાપરની એક તપાસ ચાલી રહી છે. આ સંપૂર્ણ કેસમાં બેંકના પૂર્વ વડા રાણા કપૂરની સંડોવણી સામે આવી ચૂકી છે. વર્તમાન કેસમાં સીબીઆઇએ ઓયસ્ટર બિલ્ડવેલ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરો રઘુબીરકુમાર શર્મા, રાજેન્દ્રકુમાર મંગલ અને તાપસી મહાજન તથા અવન્થા રિયલ્ટી પ્રાઇવેટ લિમિટેડ અને ઝાબુઆ પ્રાઇવેટ લિમિટેડના અજાણ્યા એક્ઝિક્યુટીવ સામે પણ કેસ દાખલ કર્યો છે.
CBIના ઓફિસરોના જણાવ્યા અનુસાર ઓયસ્ટર બિલ્ડવેલ પ્રાઇવેટ લિમિટેડ(ઓબીપીઅએલ) અવન્થા ગ્રૂપની પેટા કંપની છે. ઓયસ્ટર બિલ્ડવેલ પ્રાઇવેટ લિમિટેડનો ૯૭ ટકા હિસ્સો અવન્થા રિયલ્ટી પાસે છે અને બાકીનો હિસ્સો ઠાપર તથા વાની એજન્સી પાસે છે. બેંકના ચીફ વિજિલન્સ અદિકારી આશિષ વિનોદ જોશીએ ૨૭ મે, ૨૦૨૧ના રોજ દાખલ કરેલી ફરિયાદને આધારે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. CBIનો આરોપ છે કે આરોપીઓએ ગુનાહિત કાવતરુ, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ૪૬૬.૧૫ કરોડ રૂપિયાના લોકોના પૈસાનું ડાયવર્ઝન કર્યુ હતું.
યસ બેંક દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે OBPL સાથે હિત ધરાવતી ઝાબુઆ પાવર લિમિટેડ કંપની તેની હોલ્ડિંગ કંપની ઝાબુઆ પાવર ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ સાથે ૧૦ દસ વર્ષનો ઓપરેશન અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ કર્યો હતો. OBPLને JPIALને 515 કરોડ રૂપિયાની ઇન્ટરેસ્ટ ફ્રી રિફન્ડેબલ સિક્યુરિટી ડિપોઝીટ ચૂકવવાની હતી. આ માટે યસ બેંકે ૧૦ વર્ષ માટેની લાંબા ગાળાની લોન મંજૂર કરી હતી. લોન આપ્યા પછી કંપની લોનના હપ્તા ચૂકવી શકી ન હતી ૩૦ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ આ લોનને એનપીએ જાહેર કરવામાં આવી હતી. કંપનીએ યસ બેંકની ૪૬૬.૧૫ કરોડ રૂપિયાની મુદ્દલ રકમ ચૂકવી નથી.