મોટીબા સ્મૃતિ મંદિરમાં નાઇટ વિઝન સીસીટીવીમાં મહિલાના લધુશંકાના વિડિયો રેકોર્ડ કરી વાયરલ કર્યો’તો

પક્ષા પક્ષીમાં બીજાને નીચા દેખાડવા માટે વિડીયો વાયરલ કર્યો હોવાની પ્રાથમીક તપાસ

ગઢડા (સ્વામીના) મુકામે વડતાલ તાબાના સ્વામીનારાયણ મંદિરના લક્ષ્મીવાડી ખાતે એક મહિલાનો લધુશંકા કરવા ગયાનો વિડીયો  વાયરલ કરવાના મુદ્દે ગોપીનાથજી મંદિરના ચેરમેન અને કોઠારી સામે પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. મોટીબા સ્મૃતિ મંદિરમાં નાઇટ વિઝન સીસીટીવી કેમેરા લગાવી અન્ય પક્ષની મહિલાઓ લધુશંકા કરવા જતી હોવાના વિડિયો રેકોર્ડ કરી એક મહિલાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ  કરવાના મુદ્દે ગઢડામાં પોલીસ ફરીયાદ નોંધાવામાં આવી છે. પક્ષા-પક્ષીમાં બીજાને હલકા સાબિત કરાવવામાં આવા વિડિયો વાયરલ કર્યાની પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઢડા ગોપીનાથજી મંદિર સામે સાંકડી શેરીમાં રહેતા દયાબેન હરીભાઇ સાંગાણીએ નોંધાયેલી ફરીયાદ મુજબ ગોપીનાથજી મંદિરના ચેરમેન સ્વામી હરીજીવનદાસ અને કોઠારી લક્ષ્મીનારાયણ દાસ સામે સાંખ્યાયોગી મહિલાનો લધુશંકા કરતો વિડિયો સીસીટીવીમાં રેકોર્ડ કરી કિલપ સોશિયલ મિડિયામાં વાયરલ કરી હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ સ્વામી ગોપીનાથજી મંદિરમાં વિવાદના શંખોનાદ કર્યા છે. સાંખ્યાયોગી મહિલાઓના રહેણાંકને પચાવી પાડવા અગાઉ દેવ પક્ષના લોકોએ મોટાબા ઓટે મકાન ખાલી કરાવ્યા હતા. ત્યાર બાદ તે સ્થળ પણ નાઇટ વિઝન સીસી ટીવી કેમેરા લગાડી તેનો કંટ્રોલ મંદિરના ચેરમેન અને કોઠારીના હાથમાં રહેતો હતો.

સ્વામી ગોપીનાથજીના ચેરમેન હરિજીવનદાસ અને કોઠારી લક્ષ્મીનારાયણદાસે સાંખ્યયોગી મહિલા લધુશંકા કરવા જતાં હોવાનો વિડીયો રેકોર્ડ કરી વાયરલ કર્યો હતો. ગત રપમીના રોજ ફરીયાદીના મોબાઇલ પર વિડીયો આવતા તમામ પ્રકરણ ખુલ્લુ થયું હતું. ત્યારબાદ અનેક મથામણ બાદ પોલીસે મંદિરના ચેરમેન અને કોઠારી વિરૂઘ્ધ ફરીયાદ નોંધી હતી.

પોલીસ ફરીયાદના અનુસંધાને ગઢડા પોલીસ દ્વારા રાકેશપ્રસાદજીના સમર્થકો ચેરમેન અને કોઠારી વિરૂઘ્ધ ગુનો નોંધાતા બન્નેને રાજકરણનો ભોગ બનાવ્યા હોવાનો પ્રતિબચાવ કરવામાં આવ્યો છે. જયારે આચાર્ય પક્ષની મહિલાઓને અગાઉ પણ માર મારી કાઢી મુકયાની ફરીયાદ પોલીસમાં નોંધાઇ હતી જેના પર પણ કોઇ પગલા ન લીધા હોવાનું ફરીયાદીએ જણાવ્યું છે.

દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વિવાદ

ગઢડા ગોપીનાથજી મંદિરમાં છેલ્લા ઘણા સમયથી દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વિવાદ સર્જાઇ રહ્યો છે. મંદિરમાં પુજા અર્ચના કરવા માટે બન્ને પક્ષો વચ્ચે અવાર નવાર માથાકુટ થતી હોવાનું જાણવા મળી રહ્યું છે. દેવપક્ષ ચુંટણી જીત્યા બાદ આચાર્ય પક્ષના લોકોને મંદિરમાં પૂજા કરવા પર પણ રોક લગાવી હોવાનું અને રહેણાંક સ્થળ પર કબજો જમાવાતા પ્રયત્નમાં આચાર્ય પક્ષના સાંખ્યયોગી મહિલાને માર માર્યાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે આચાર્ય પક્ષના લોકોને બદનામ કરવા મહિલાઓના લધુશંકાના વિડીયો સોશિયલ મિડિયામાં કટાક્ષ સાથે વાયરલ કરતા હોબાળો મચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.