કુખ્યાત નિખીલ દોંગા ગેંગના સાગ્રીત અને તેના ભાઇનો જેલમાંથી કબ્જે લેવાશે: ૭૫ વિઘા જમીન ૭૦ કરોડમાં ખરીદ કરી ૭ લાખ ચુકવીને ૯૦ વિઘા જમીનમાં કબ્જે જમાવી લીધો’તો
જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને બલરામ મીણા ની કામગીરીથી જમીન કૌભાંડકારોમાં ફફડાટ
ભૂમાફીયા સામે કડક હાથે કામ કરવા રાજય સરકાર દ્વારા તાજેતરમાં કાયદામાં સંશોધન કરી કૌભાંડકારો સામે ૩૦ દિવસમાં ચાર્જશીટ રજુ કરી કેસ સ્પ્રે. કોર્ટમાં છ-માસમાં ચલાવાની અને ૧૦ વર્ષ સુધીની જોગવાય હેઠળ નવા લેન્ડ ગ્રેબીંગ એકટ હેડળ સૌરાષ્ટ્રમાં ચોથો અને રાજકોટ જિલ્લામાં નિખીલ દોંગા ગેંગના સાગ્રીત સહીત ચાર શખસો સામે વિરપુર પોલીસ મથકમાં ગુનો નોંધી બે શખસોની ધરપકડ કરી અને બે શખ્સોને જેલમાંથી કબ્જે લેવાશે.વધુ વિગત મુજબ ગોંડલ તાલુકાના ચરખડી ગામના વતની અને હાલ ગોંડલ ખાતે રહેતા ગજેન્દ્ર ઉર્ફે ગીજુભાઇ શીવાભાઇ સાંગાણીએ ખેતીની જમીન ભનુભાઇ મકવાણા પાસેથી ખરીદ કરી હતી બાદ ગજેન્દ્રભાઇને આર્થિક જરુરીયાત ઉભી થતાં વર્ષ ૨૦૦૧માં જમીનનું વેંચાણ કર્યુ હતું. પરંતુ ખરીદનાર રૂપિયા નહીંૅ ચુકવી શકતા જમીન વેંચાણનો સોદો કેન્સલ થયો હતો.
આ જમીન વિવાદમાં રાજુ સિંધવે ભગવતપરામાં રહેતો કમલેશ રાજુ સિંઘવે વચ્ચે આવી જતીન ગજેન્દ્રભાઇ પાસેથી વિઘાના ૮.૫૦ લાખ લેખે ૭૫ વિઘા જમીન ૭ કરોડમાં સોદો નકકી કર્યો હતો. જંત્રીના ભાવ રૂ. ૭ લાખ ગજેન્દ્રભાઇને ચુકવી જમીન કમલેશે પોતાના ભાઇ નરેશ રાજુ સિંધવ, રમેશ રાજુ સિંધવના નામે વેચાણ દસ્તાવેજ કરાવી લીધેલ બાદ બાકીની રકમ આપવાનો ઇન્કાર કરી ૯૦ વિઘા જમીન ઉપર ગેરકાયદેસર કબ્જે જમાવી દીધોની રાજકોટ કલેકટર રેમ્યા મોહનનો નવા લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરી હતી.
કલેકટરને કરેલી અરજી પર ખાસ કમિટીએ અભ્યાસ કર્યા બાદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એસ.સી.બી. ની ટીમે સાત દિવસની તપાસમાં કમલેશ રાજુ સિંધવ, નરેશ રાજુ સિંધવ, રમેશ રાજુ સિંધવ અને ગોંડલ નગરપાલિકાના કર્મચારી ધીરુ બચુ ગમારાની સંડોવણી ખુલતા કલેકટરે રેમ્યા મોહન ગુનો આદેશ આપ્યો છે.
જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા ઉપરોકત ત્રણ ભાઇ સહિત ચાર શખ્સો સામે નવા લેન્ડ ગે્રબીંગ કાયદા હેઠળ ગુનો દાખલ કરી રમેશ રાજુ સિંધવ અને ધીરુ ગમારાની ધરપકડ કરી જયારે નીખીલ દોંગાના સાગ્રીત અને ગુજસી ટોકના ગુનામાં પાટણ અને રાયોટના ગુનામાં ગોંડલની જેલમાં રહેલો કમલેશ રાજુ સિંધવનો કબ્જે લેવામાં આવશે. પોલીસની પ્રાથમીક તપાસમાં ભોગ બનનાર ખેડુતે જમીનમાં કુવો અને બાંધકામનો ખર્ચ રૂ. રપ લાખ કર્યો હોય તે રકમ પેટે કમલેશ સિંધવ અન્ય સ્થળે ર૦ વિઘા જમીન લખી આપી હતી તે જમીનનો કબ્જો આપ્યો નહતો અને રૂ. ૧૭ લાખનું મકાનનો કબ્જો કરવા ગજેન્દ્રૅભાઇને મારકુટ કર્યાનું બહાર આવ્યું છે.