કોરોનામાં નુકસાની જતા કારખાનેદાર વ્યાજના વીસ ચક્રમાં ફસાયા હતા
વ્યાજની ઉઘરાણી કરવા વ્યાજ કરો મશીનરી વેચી દેવાની ધમકી આપતા
રાજકોટમાં જીવરાજ પાર્કમાં રહેતા અને શાપર માં કારખાનું ધરાવતા કારખાનેદારે કોરોના સમયમાં પોતાનો ધંધો સરખો ન ચાલતા પાંચ વ્યાજ વ્યાજખોરો પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા. જે વ્યાજની ઉઘરાણી કરવા માટે વ્યાજખોરો કારખાનેદારને વારંવાર માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. અને વ્યાજના પૈસાની ઉઘરાણી કરવા માટે વ્યાજખરો તેને કારખાનાનો સામાન વેચી નાખવાની ધમકી પણ આપતા હતા.જેથી આ વ્યાજ ખોરોના ત્રાસથી કંટાળી કારખાને દારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે પાંચ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે .
રાજકોટમાં નાનામવા નજીક જીવરાજપાર્કમાં રહેતા અને શાપરમાં વ્રજ પોલીટેક નામે ફેક્ટરી ધરાવતાં જિગ્નેશભાઇ બટુકભાઇ ગામી (ઉ.વ.42)એ શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાંગશિયાળીની રાજ વિનોદ મારડિયા, રાજકોટના સંજય વજુ વસાણી, હિતેષ ગટેચા, શાપરની પૂજા મજેઠિયા, રાજકોટના વિક્રમ અલગોતરના નામ આપ્યા હતા.
જિગ્નેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં ધંધામાં નુકસાની જતાં રાજ મારડિયા પાસેથી ત્રણ વખત 7 લાખ જેટલી રકમ ઉંચા વ્યાજે લીધી હતી અને તેને નિયમિત વ્યાજ ચૂકવતો હતો, રાજે નાણાં ધીરવાની સામે ચેક લખાવી લીધા હતા અને રૂ.7.50 લાખ ચૂકવી દીધા હતા, ઉપરાંત સંજય વસાણી પાસેથી 3 લાખ વ્યાજે લીધા હતા અને જેની સામે રૂ.5 લાખ ચૂકવી દીધા હતા અને સંજયે ઉછીના પૈસા આપ્યાની પ્રોમિસરી નોટ લખાવી લીધી હતી અને કોરા ચેકમાં સહી કરાવી ચેક પોતાની પાસે રાખ્યા હતા.
હિતેષ ગટેચાએ પૂજા મજેઠિયા પાસેથી રૂ.3 લાખ 3.50 ટકા વ્યાજે અપાવ્યા હતા, જેના બદલામાં પૂજાએ ઉછીના આપ્યા હોવાની પ્રોમિસરી નોટ લખાવી હતી અને હિતેષ ગટેચાએ 3.50 ટકા વ્યાજે રૂ.3 લાખ આપ્યા હતા, વિક્રમ અલગોતરે રૂ.1 લાખ 7 ટકા વ્યાજે આપ્યા હતા અને બે ચેક સહી કરેલા મેળવી લીધા હતા, તમામ વ્યાજખોરોને મુદ્દલ કરતા વધુ રકમ ચૂકવી છતાં વધુ નાણાંની પઠાણી ઉઘરાણી કરી ફેક્ટરીમાં સામાન ભરી જવાની ધમકી આપતા હતા.