માણાવદરના કતપર ગામના યુવાનને બેહરમી મારમારી પાટડી ગામે ઓવર બ્રિજ નીચે ફેંકી દીધાની ઘટના સીસીટીવીમાં કેદ
શાપર-વેરાવળ ખાતે આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા યુવકને બેહરેમી મારમારી મોતને ઘાટ ઉતારી પાટડી ગામે ઓવર બ્રિજ નીચે લાશને ફેંકી દીધાના બનાવમાં કેશોદના બાલા ગામના બે સહિત ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાશ રાજકોટ ગ્રામ્ય એસ.સી. એસ.ટી. સેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માણાવદર તાલુકાના કતપર ગામનો વતની અને હાલ શાપર-વેરાવળની સર્વોદય સોસાયટીમાં રહેતો નિલેશ ઉર્ફે ભદો દેવશી સોંદરવા નામના યુવકની કરપીણ હત્યા કરી લાશને પાટડી ગામના ઓવર બ્રિજ નીચે ફેંકી દેવાના ગુનામાં કેશોદના બાલા ગામનો ચિરાગ રાજેશ જોશી, જીજ્ઞેશ ઉર્ફે ભયલી કાના કોળી અને એક અજાણ્યા શખ્સ સહિત ત્રણ સામે શાપર-વેરાવળ પોલીસમાં મૃતકના ભાઇ સાગર દેવશી સોંદરવાએ ફરિયાદ નોંધાવી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક નિલેશ ઉર્ફે ભદો સોંદરવાનો મિત્ર જયદીપગીરી ગોસ્વામીએ રાત્રે આઠ કલાકે ચિરાગ અને જીજ્ઞેશ શાપર ચોકડીએ મળ્યા અને નિલેશને ફોન કરી બોલાવતા થોડીવારમાં નિલેશ બાઇક લઇ શાપર ચોકડીએ આવ્યો હતો.
નિલેશ ચિરાગ સાથે વાતચીત કરી બધા છૂટા પડ્યા હતા. બાદ રાત્રે નવ કલાકે નિલેશનું બાઇક પરફેક્ટ કાંટા પાસે બાઇક જોયું હતું.જયદીશની માહિતીના આધારે પોલીસે મોબાઇલ કોલ ડિટેઇલ અને સીસીટીવી ફૂટેજના આધારે નિલેશના મૃતદેહને રિક્ષામાં ત્રણ શખ્સોએ પાટડી ગામ નજીક ઓવર બ્રિજ નીચે ફેંકે છે.સીસીટીવીમાં ઓળખાયેલામાં ચિરાગ રાજેશ જોષી અને જીજ્ઞેશ ઉર્ફે ભયલી કોળીની ઓળખ થઇ હતી. જ્યારે ત્રીજા શખ્સની ઓળખ થઇ ન હતી.
આ બનાવની જાણ શાપર-વેરાવળ પોલીસ મથકના પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ દોડી જઇ મૃતદેહને પી.એમ. અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે ત્રણ શખ્સો સામે હત્યા અને એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એસ.સી., એસ.ટી. સેલના ડીવાયએસપી મહર્ષિ રાવલ સહિતના સ્ટાફ ચલાવી રહ્યાં છે.
મૃતક બે ભાઇ અને બે બહેનમાં સૌથી નાના છે. મોટા ભાઇ સાગર હાલ મુંદ્રા ખાતે રેસ્ટોરન્ટ ચલાવે છે તેમજ મૃતક નિલેશ રિક્ષા ચલાવી પિતા સાથે રહે છે.