શહેરમાં રહેતા અને કુચિયાદડ ખાતે અલ્ટ્રા પોલીફેકસ નામે પીવીસી પાઈપનો ધંધો કરતા મિતેશ દામજી મણવર નામના વેપારીએ મુંબઈ સ્થિત સાંઈ લીલા ઓટો મોબાઈલ્સને પીવીસી પાઈપ રૂ.૧.૧૧ લાખનો ઉધારમાં માલ ખરીદ કરેલો જે રકમ ચુકવવા આવેલા બે ચેક પરત ફરેલા. આથી ફરિયાદીએ પોતાના વકિલ મારફત આખરી લીગલ ડીમાન્ડ નોટીસ મોકલેલી પરંતુ ૧૫ દિવસ વિતવા છતાં પણ આ નોટીસનો જવાબ ન આપતા કે પૈસાની ચુકવણી ન કરતા. આથી કાયદાકીય સલાહ લઈને આ કામના આરોપીએ રાજકોટની કોર્ટમાં કેસ દાખલ કરેલી છે. આ કેસમાં વકીલ તરીકે કુલદીપસિંહ જાડેજા, હિતેન્દ્ર સોલંકી અને અશોક ચાંપડા રોકાયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.