વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં લાભાર્થીઓની મ્યુનિ.કમિશનરને રજુઆત
રૈયાધાર પીપીપી આવાસ યોજનાના લાભાર્થીઓને બિલ્ડરના માણસો ધમકી આપતા હોવાની ફરિયાદ આજે લાભાર્થીઓએ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીને કરી હતી.
રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે, રૈયાધાર પીપીપી યોજનામાં લોટ પાણીને લાકડા જેવું કામ થઈ રહ્યું છે. લાભાર્થીઓની કોઈ વાત માનવામાં આવતી નથી અને બિલ્ડરના માણસો લાભાર્થીઓને વારંવાર ધમકી આપે છે. બાંધકામ અંગે વિજિલન્સ તપાસ કરવાની માંગણી કરી હતી.
જે–તે સમયમાં જયારે બિલ્ડીંગનો પ્લાન મુકાયો ત્યારે આઠ દુકાનો બનાવવાની હતી જે હાલ ૨૪ દુકાનો બની ગઈ છે જે પરથી પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે કે પાર્કિંગ નાનુ થઈ જશે અને પ્રાથમિક સુવિધાઓ આપવાની જે વાત હતી તે હાલ હવામાં ઓગળી ગઈ છે.