સ્કુલના આચાર્યે ગેરરીતી અટકાવતા તેમને મહિલા શિક્ષીકાની જાતીય સતામણીના કેસમાં ફસાવી દેવાયાનો આક્ષેપ : જિલ્લા કલેકટર ડો.પાંડેને આ સ્કુલમાં શિક્ષિકોના સેટઅપ તથા આર્થિક વહીવટ માટે અનેક ભષ્ટ્રાચાર આચરવામાં આવતા હોવાની આધારપુરાવા સાથે થયેલી ફરીયાદ
રાજ્યની ભાજપ સરકાર દ્વારા શિક્ષણનું વ્યાપારીકરણની સેલ્ફ ફાયનાન્સ સ્કુલોને વધારે લાભ થાય તેવા નિયમો બનાવ્યા છે. માત્ર એટલુ જ નહી સરકારી સ્કુલોમાં નવા શિક્ષિકો સહિતના સ્ટાફની ભરતી ન કરીને આવી સ્કુલોની હાલત રેઢા પડ જેવી કરી નાખી હોવાના આક્ષેપો સમયાંતરે ઉઠતા રહે છે. તાજેતરમાં રાજકોટ જિલ્લાની એક સરકારી પ્રાથમીક સ્કુલના આચાર્યે તેમની સ્કુલમાં અનેક ગેરરીતીઓ ચાલતી હોવાની જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓને કરી હોવા છતા ભષ્ટાચારીઓ સામે હજુ સુધી કોઈ જ પગલા લેવાયા નથી.
રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેને તાજેતરમાં રાજકોટ તાલુકાની કોઠારીયા ગામની સરકારી સ્કુલ તિ‚પતી પ્રાથમીક શાળાના આચાર્ય અમરદાસ બી.દેસાણીએ આ સ્કુલમાં શિક્ષકો સહિતના સ્ટાફ દ્વારા થતી વિવિધ પ્રકારની ગેરીતીઓના આધારપુરાવાઓ સાથે રજુઆત કરીને તેની તપાસ કરાવીને દોષિતો સામે પગલા લેવા માંગ કરી છે. આ રજુઆતમાં દેસાણીએ જણાવ્યુ છે કે શિક્ષક તરીકેની તેમની ૨૮ વર્ષની ર્નિવિવાહ અને નિષ્ઠાપૂર્વકની ફરજ બાદ સરકાર દ્વારા ખંત પૂર્વક તા.૧-૧૧-૨૦૧૪ માં તેમની આ સ્કુલના આચાર્ય તરીકે નિમણુંક કરવામાં આવી હતી. આ સ્કુલમાં શિક્ષકો અને સ્ટાફ દ્વારા સેટઅપ બચાવવા તથા આર્થિક ગેરરીતી આચરવા અનેક ભષ્ટ્રાચારી પ્રવૃતિઓ આચરવામાં આવતી હતી. જેથી તેમણે આવી પ્રવૃતિઓ બંધ કરાવતા બધા ભષ્ટ્રાચારીઓએ ભેગા મળીને તેમની સામે ખોટી ફરીયાદ ઉભી કરી દીધી હતી.
આ રજુઆતમાં દેસાણીએ જણાવ્યુ છે કે આ સ્કુલમાં તા.૨૦-૧૧-૧૪ ના રોજ ગુણોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા ૩૬૭ માંથી ૨૭૪ હાજર વિદ્યાર્થીઓ અને ૯૩ બાળકો ગેરહાજર હતા. કટારીયા સોનલ નારણભાઈ નામની વિદ્યાર્થીની તા.૩/૫/૧૪ ના શાળામાંથી એલ.સી. લઈ વિવેકાનંદ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે છતા ધોરણ -૮ ના વર્ગ શિક્ષકે છ છ માસ સુધી હાજરી પુરેલ છે. તેને તમામ બિનકાયદેસર હકક આપેલા છે તેને મઘ્યાહન ભોજન યોજના, શિષ્યવૃતિ અને તમામ જગ્યાએ ખોટી રીતે હાજર દર્શાવેલી છે. તેની સત્રાંત પરીક્ષા પણ લેવામાં આવી તમામ સાતે-સાત જવાબ પેપર અન્ય વિદ્યાર્થીઓ પાસે લખાવેલા છે. તમામ શિક્ષકોએ પોતાના સુપરવિઝનમાં આ બાળકને હાજર દર્શાવેલ છે. તેમના જવાબ પેપર પણ લગત શિક્ષકોએ પરિક્ષણ માટે ચેક કરી માર્કસ આપેલા છે. વર્ગ શિક્ષકે તેમને પરિણામ પરિણામ પત્રકમાં દર્શાવેલ છે.
આ અંગે તેમણે જાણ થતા પેપરને કોઈક જગ્યાએ છુપાવી દીધા છે. હયાત પેપરમાં નંબર સુધારા વધારા કરેલ છે. આવા અનેક વિદ્યાર્થીઓ છે. જેને માત્ર શિક્ષક ના સેટ-અપ માટે જ રાખવામાં આવે છે. આવા ગેરહાજર બાળકોના પેપર જે તે વખતે અન્ય વિદ્યાર્થીઓ પાસે લખાવેલ છે. તા.૨૯/૬/૨૦૧૭ ના ૩૬ અને તા.૨૬/૮/૨૦૧૭ ના ૨૩ નામ કુલ ૫૯ નામ તેમને લાંબી ગેરહાજરી સબબ કમી કર્યા હતા. ફરી વિદ્યાર્થીની સંખ્યા ઘટતા તા.૨૯/૮/૨૦૧૭ ના રોજ ૯ જે બોગસ સંખ્યા છે, તેને ફરી સ્કુલમાં દાખલ કરાવવામાં આવ્યા. હાલમાં આ ફરી દાખલ થનાર બાળકોની હાજરી પણ પુરવામાં આવી જે. શાળામાં નથી તેના સીસીટીવી કેમેરાના ફુટેજ પણ છે. સ્કુલમાં નિયત સમય કરતા વહેલી રજા આપવામાં આવી હતી અને વિદ્યાર્થીની હાજરી ગણી, સાવ ખોટી હાજરી પુરવામાં આવી હતી.
વર્ષ-૨૦૧૪ માં લેવાયેલી સત્રાંત પરીક્ષામાં આશરે ૮૦ ૯૦ બાળકો ગેરહાજર હતા. આવા ગેરહાજર બાળકોના પેપર બીજા વિદ્યાર્થીઓ પાસે લખાવવામાં આવતા હતા. બાળકોને પરીક્ષામાં ઓબ્જેકેટીવ પ્રશ્ર્નો લખાવી દેવામાં આવતા છતા વિદ્યાર્થીનું અભ્યાસ સ્તર એટલુ નીચુ હતુ કે તેને બોલવાથી કે લખાવવાથી કંઈ ખબર પડતી નહિં. તેથી તેઓને પુસ્તક અને ગાઈડો આપવામાં આવતી. જેના પણ સીસીટીવી કેમેરાના ફુટેજ છે. આચાર્યના હુકમનું પાલન કરવામાં આવતુ નથી. ધોરણ ૮ ના વર્ગ શિક્ષકે ૩૨ નંબરના તમામ પેપર ગુમ કરી શાળાના રેકર્ડનો નાશ કરેલ છે. ગુન્હાહિત કૃત્ય આચરેલ છે. જેને આજ સુધીમાં એક પણ ખુલાસો પુછવામાં આવેલો નથી. ધોરણ ૮ ના વર્ગ શિક્ષકે અમોને જાણ કર્યા વગર કોમ્પ્યુટરમાંથી સત્રાંત પરીક્ષાના ડેટા ડિલિટ કરી બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરેલા છે. સત્રાંત પરીક્ષામાં ધોરણ ૩ નાં પેપર તપાસણી બેદરકારી પુર્વક કરીને બાળકોનું હિત અને ભવિષ્ય, શિક્ષકે અંધકારમય બનાવેલુ છે.
જવાહર નવોદય યોજના અવન્યે જાહેર પરીક્ષામાંથી શહેરના ૨૫% અને ગ્રામ્ય વિસ્તારના ૭૫% ની પસંદગી ધોરણ હોય છે. આવા ભૂતિયા બાળકોને માત્ર એલ.સી.થી નામ દાખલ કરવામાં આવે છે. અને તેઓ અભ્યાસ ખાનગી શાળામાં કરે છે. મ.ભો.યો. શિષ્યવૃતિ વગેરે અત્રેથી આપવામાં આવે છે. બાળકોની હાજરી અને સત્રાંત-વાર્ષિક પરીક્ષા પણ અહિ આપવામાં આવે છે. જવાહર નવોદય શાળા પ્રવેશ માટેની, કેન્દ્ર અને રાજ્ય સરકારની બહુહેતુક યોજના છે. જે હોશિયાર બાળકો માટે આશિર્વાદ સમાન છે. વાસ્તવમાં જે ટેલેન્ટેડ બાળકો છે, તેમને અન્યાય કરવામાં આવી રહેલ છે. તેજસ્વી બાળકોના જીવન સાથે ચેડા કરવામાં આવેલ છે. રાજ્ય-કેન્દ્ર સરકારની યોજનાના આદેશનો સરે આમ ભંગ કરી, નાણાંકીય છેતરપીંડી આચરેલ છે. આવા બોગસ વિદ્યાર્થીના વાલી પાસેથી લેવડાવવામાં આવે છે. પછીથી માત્ર બિલ મુકી નાણાંકિય ભ્રષ્ટાચાર કરે છે. જેમાનો એક બાળક સફળતા પામી અત્યારે જવાહર નવોદય સંસ્થામાં અભ્યાસ કરે છે. આ બાળકને ખોટી રીતે દાખલ કરેલો છે. જેથી બીજા હોંશિયાર વિદ્યાર્થીને અન્યાય થયેલો છે.
આ સ્કુલની સ્કુલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ પર ચલવવામાં આવે છે. નથી ઠરાવો કાયદેસર, કે નથી સભ્યોની રચના કાયદેસર, ઠરાવોમાં બાળકોની સહીઓ લેવામાં આવતી કોઈ પણ ખર્ચ કરતી વખતે સ્કૂલ મેનેજમેન્ટ કમિટિનો ઠરાવ કરવો જ‚રી છે. અહિં કોઈ જ પ્રકારના ઠરાવ વગર ગેરકાયદેસર માત્ર બિલ મુકી નાણાંનો દુરપયોગ થયેલો છે. આ સ્કુલમાં શિક્ષકો પોતાને મનફાવે તેવી રીતે વર્તન કરે છે. નિયમ મુજબ પિયિરડ લેતા નથી, અભ્યાસક્રમનુ આયોજન બનાવ્યા વગર અનુકળ લાગે તે રીતે પિરીયડો શાળામાં પ્રજ્ઞા વર્ગમાં ટેબલ-ખુરશી રાખખવાની મનાઈ હોવા છતા ઉપયોગ કરે છે. આચાર્યની સુચનાનુ પાલન કરતા નથી. સ્ટાફ ગ્રુપ બની ચારિત્રય-બાબતની ફરીયાદ કરીને ઝઘડો કરે છે. બાળકોના અભ્યાસમાં ઘોર બેદરકારી રાખે છે. આજે પણ ૫૦% બાળકોને વાંચતા આવડતુ નથી. ગત પરીક્ષામાં ઉચ્ચ વર્ગ મુખ્ય વિષયોમાં ૧૦% પણ બાળકો પાસ થયા ન હતા.
બાળકોને શારીરીક શિક્ષાની મનાઈ હોવા છતા ધોરણ-૧ માં પ્રથમ દિવસે દાખલ થનાર બાળકને એવો તો મારવામાં આવે છે કે બાળકને શાળામાં આવતા જ બીક લાગે છે. ફરીયાદ કરો તો, આચાર્યની બદલી કરવામાં આવે છે. શાળના નિયમ મુજબ શાળામાં ૫૦% થી ઓછો સ્ટાફ હોય તો ત્યાર પછીના સ્ટાફ રજા આચાર્ય મંજુર ન કરી શકે. છતા રજા મંજુર કરાવ્યા વગર, રજા મુકી શિક્ષક શાળા છોડી જાય છે. અધિકારીઓને જાણ કરો તો તેઓ કોઈ જ પગલા લેતા નથી. અધિકારીઓ પણ મળેલા ભળેલા છે. વગર રજાએ શિક્ષકો ગેરહાજર રહેતા હતા. અને તેમની સહી બીજા શિક્ષકો કરતા હતા. દૈનિક શાળા સમરીમાં પણ તેમને અનુકુળ લાગે તેવી રીતે સાચા-ખોટા આંકડા પુરુે છે. જરૂરી સુચના બુકના પાના ફાડી નાખવામાં આવે છે. અમારી નિમણુંકને લેખિત હુકમ હોવા છતા ઈ.આચાર્ય અમોને શાળામાં હાજર ન કરી રૂ.પાંચ લાખની માંગણી કરી હતી.
વર્ષ ૨૦૧૧ માં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સીઆરસીસી/બીઆરસીસી આશરે ૩૦,૦૦,૦૦૦ જેવો ભ્રષ્ટાચાર કરેલો છે. અણિયાળા ગામના સરપંચના બોગસ લેટર પેડ બનાવી, બોગસ સહિ-સિકકા કરી દુરોપયોગ કરી અને અમારી બદલી કરવામાં આવેલી છે. રાજ્યના તત્કાલીન શિક્ષણ રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણી ૪ કલાક સુધી આ ફરીયાદ કરેલી તમામ સંવેદનશીલ રેકર્ડ સાથે લઈ ગયેલ છે. આ સંવેદનશીલ રેકર્ડ-સાહિત્યની કમ શાળાામાં નોંધ કરવામાં આવેલ નથી જેનો અર્થ સ્પષ્ટ છે કે આમા મોટું રાજકારણ આવી ગયુ. પૈસાનો ખેલ થઈ ગયો છે. અમોએ અમારી સ્કુલના જાવક નંબર ૭૧ થી તા.૫/૮/૧૭ ના અમારો રાજજીનામાનો પત્ર બંધ કરવામાં અરજી કરીને ચેનલ મારફત તાલુકા શાળામાં મોકલાવી છે. તાલકુા શાળાએ તેના જાવક નંબર ૧૨૯ થી તાલુકા પંચાયત કચેરી રાજકોટ તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારી રાજકોટને મોકલાવેલ છે. અને તાલુકા પંચાયત કચેરી રાજકોટ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજકોટએ આ અરજી તા.પં.જાવક નંબર ૩૨૧ થી તા.૨૦/૮/૨૦૧૭ થી જિલ્લા પંચાયત કચેરી ખાતે મોકલાવેલ છે. અને તેની ચર્ચા પણ કરેલ છે છતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નટુભાઈ હરિયાણી જુઠ્ઠાણુ ફેલાવી રહયા છે કે અમોને આ રાજીનામાની અરજી મળેલ નથી. અને ૯૦ દિવસ નોટીસ પુર્ણ થાય ત્યાં સુધી અમોને જાણ કરતા નથી. બાદમાં વાહિયાત કારણો આગળ ધરી, અમા‚ રાજીનામુ કે પગાર કે નિર્વાહ ભથ્થુ ચુકવતા નથી.
રાજકીય ઈશારે કોઈ પણ કારણ વગર અમારી બદલી કરેલી છે નીતિ નિયમોથી વિ‚ઘ્ધ અમારી બદલી કરેલી છે. તા.૮/૮/૧૭ ના તમામ શિક્ષકોએ જણાવેલ છે કે શાળામાં કોઈ પ્રશ્ર્ન નથી, ઉપરાંત અધિકારી પોતે પણ જણાવે છે કે કોઈ જ ફરિયાદ નથી. તો પછી ૮ કલાકમાં કયાંથી એવી ફરીયાદ ગંભીર આવી ગઈ ? જેથી કરીને અમારી બળાત્કારી, ખુની, લુંટારાની જેમ રાતો રાત બદલી કકરાવેલી છે. તા.૧૬/૯/૨૦૧૭ ના એસ.એમ.સી. સમિતિએ બાળકોને શિક્ષકે માર મારવાની ફરીયાદ પછી, અમારી બદલી આપના માઘ્યમથી કરાવે છે. જે ઘણુ દુ:ખદ છે. અમારી સ્વૈચ્છિક નિવૃતિ સ્વીકારીને અમોને હકક-હિત-હિસ્સો અપાવવા વિનંતી છે.
આ સ્કુલમાં મઘ્યાહન ભોજન યોજના માં લોલંલોલ ચાલતુ હતુ જે અમોએ બંધ કરાવેલ છે. શાળામાં જ હાજર બાળકોની સંખ્યા ૫૫ છે, તો ૫૯ બાળકો કેવી રીતે લાભાર્થી હોય શકે ? એક દિવસને ભૂલ ગણાય, ૧૦-૧૦ દિવસને બેદર કારી કહેવાય. અમોએ આવુ ચલાવા દીધેલ નથી. ગેસના બાટલા-રિફલ, ચૂલા વાસણોનો દુરોપયોગ થતો અમોએ અટકાવ્યો છે. ડે.મામલતદાર, ડે.કલેકટર જ્યારે બબ્બે વખત મ.ભો.યો.માં સંચાલક માટેની જાહેરાત બહાર પાડે. બબ્બે વખત ગરિબોને ઈન્ટરવ્યુ માટે બોલાવે. ને છતા હુકમ ભ્રષ્ટ નીતિથી કર્યો છે. તા.૧/૬/૨૦૧૭ ના આપના અધિકારીએ આ શાળામાં સંચાલક તરીકેનો હુકમ, ઈન્ચાર્જ તરીકે કરેલો હતો. તા.૩/૬/૨૦૧૭ ના એસ.એમ.સી. સમિતિના અઘ્યક્ષે ફરીયાદ કરતા પાછો તા.૬/૬/૨૦૧૭ ના રેગ્યુલર હુકમ કરવામાં આવે છે. આવો ભષ્ટ્રાચાર આ સ્કુલમાં વર્ષોની ચાલી રહયો છે. આજની તારીખે પણ આવા બોગસ અને ભ્રષ્ટાચારી નીતિથી મઘ્યાહન ભોજન કેન્દ્રો ચાલુ છે અને આપના અધિકારીઓની રહેમ રાહે બેફામ ભ્રષ્ટાચાર પણ થઈ રહેલ છે.
શિક્ષક તરીકે નિષ્ઠાપુર્વક ગરીબ વાલીઓના, દરિદ્રનારાયણ સનમાન બળાકોની વાસ્તવિક સેવા કરી છે. ગત વર્ષે બાળકોને બસ દ્વારા શૈક્ષણિક પ્રવાસમાં લઈ ગયેલ, સુરક્ષા સેતુ એ ૩૦૦૦ આપેલ બાકી ૨૦૦૦૦ નો જમણવાર, અમોએ અંગત ભોગવેલ છે. ૩૧૦૦૦ ના અમારા સ્વ.ખર્ચે શાળામાં સીસીટીવી કેમેરા ફીટ કરાવેલ છે. બાળકોને ફીલ્મ ફેસ્ટીવલમાં -પ્રદ્યુમન પાર્કમાં રૂપિયા ૪૦૦૦ ના અમારા ખર્ચે લઈ ગયેલ છું. જાહેર પરીક્ષામાં, ફીથી માંડી રીક્ષા ભાડા સહિત અમોએ ખર્ચ કરેલ છે. અમારી નિમણુંક બાદ બાળકના ખિસ્સામાંથી એક રૂપિયા કાળો