ત્રણેય ઝોન કચેરીએ વેરા વસુલાતની કામગીરી શરૂ કરવા અધિકારીઓને આદેશ આપતા પુષ્કર પટેલ
રાજકોટ મહાનગરપાલિકામાં હાલ વેરામાં વ્યાજ માફી યોજના ચાલતી હોવાના કારણે કરદાતાઓનો ધસારો રહે છે ત્યારે ઝોન કચેરી ખાતે વેરો સ્વીકારવામાં આવતો ન હોવાની ફરિયાદ મળતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ ચોંકી ઉઠયા હતા અને તેઓએ વેરા વસુલાત અધિકારીને ત્રણેય ઝોન કચેરીએ તાત્કાલીક અસરી વેરા વસુલવાની કામગીરી શરૂ કરવા આદેશ આપ્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટે.કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઢેબર રોડ સ્થિત કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વેરો વસુલવામાં આવતો ન હોવની ફરિયાદ અરજદારોમાંથી મળી હતી. હાલ મહાપાલિકામાં વન ટાઈમ સેટલમેન્ટ યોજના અંતર્ગત વેરામાં વ્યાજ માફીની યોજના ચાલી રહી છે. ત્યારે કરદાતાઓનો ધસારો રહે છે. આવામાં ટેકસ બ્રાન્ચના અધિકારીઓ લોકોને ફરજીયાતપણે વોર્ડ ઓફિસે કે ઓનલાઈન વેરો ભરવા માટે ફરજ પાડે છે. લોકોને ઘર આંગણે એટલે કે વોર્ડ ઓફિસે વેરો ભરવાની સુવિધા મળે છે તે સારી બાબત છે પરંતુ ઝોન કચેરી ખાતે પણ વેરો સ્વીકારવામાં આવે તે એટલું જ અગત્યનું છે.
કરદાતાઓમાંથી એવી ફરિયાદ મળી હતી કે, સેન્ટ્રલ ઝોન કચેરીએ વેરો લેવામાં આવતો ની અને વોર્ડ ઓફિસે વેરો ભરપાઈ કરી દયો તેવું કહેવામાં આવે છે. આ અંગે આજે ત્રણેય ઝોન કચેરીના વેરા વસુલાત અધિકારીઓને કડક ભાષામાં એવી તાકીદ કરી દેવામાં આવી છે કે, તાત્કાલીક અસરી ત્રણેય ઝોન કચેરી ખાતે તા સિવિક સેન્ટર ખાતે વેરો વસુલવાની કામગીરી શ‚ કરી દેવામાં આવે.