મોડલીંગ, ડાન્સીંગ, સીગીંગમાં ૪૦ થી વધુ લોકો પાર્ટીસીપેટ થયા :જજ તરીકે આર.ડી.સીંગ, સુમીત સીંગ રાજ, અક્ષય મલિકની ખાસ ઉ૫સ્થિત
‘અબતક’ મીડીયાના સથવારે શહેરના પ્લેટીયમ હોટલ ખાતે ફેરા ઓફ રાજકોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અબતક મીડીયા પાર્ટનર રહ્યું હતું. તેમાં મોડલીંગ, ડાન્સીંગ, સીગીગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં રાજકોટના લી હારવેસીના લીના જુલાપરાએ આ શો ઓર્ગેનાઈઝ કર્યો હતો. તેના કોડીનેટર તરીકે દર્શીકા ધોળાએ ફરજ બજાવી હતી. તેના જજ તરીકે આર.ડી. સીંગ, સુમીત સીંગ રાજ, તેમજ અક્ષર મલિક ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટના ૪૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સાથે જ બહોળી સંખ્યાનાં લોકો ઉ૫સ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમથી રાજકોટની જનતા આગળ વધે અને નવું કોઇ પ્લેટફોર્મ મળે તે હેતુ હતો આ કાર્યક્રમમાં પાર્ટીસીપેટ થયેલા લોકો દ્વારા ખુબ જ સારુ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમના પ્રદર્શનને સારી રીતે પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મીસ, મીસીસ, મીસ્ટર અને ચાઇલ્ડ એમ કેટેગરી રાખવામાં આવી હતી.
વ્યકિતને પ્લેટફોર્મ મળે અને આગળ વધે તે કાર્યક્રમનો મુખ્ય હેતુ: લીના જુલાપરા
ઓર્ગેનાઇઝર લીના જુલાપરા એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ આ કેસ ઓફ રાજકોટના ઇવેન્ટના ઓર્ગેનાઇઝર છે. તે પોતે ફેશન ડિઝાઇનર છે આ શોમાં ડાન્સીંગ, મોડલીંગ, સીંગીગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઘણા લોકોએ ભાગ લીધેલ છે. કોઇપણ વ્યકિત આગળ વધે અને નવું પ્લેટ ફોર્મ મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટની પબ્લીકને ફેશનની જાણકારી નથી તે માટે અને લોકોને ફેશન પ્રત્યે જાગૃતતા મળે તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પહેલા તેને ફેશ ઓફ ગુજરાત શો પણ કરેલ છે.
કાર્યક્રમમાં ૪૦ થી વધુ લોકો પાર્ટીસીપેટ થયા: દર્શિકા ધોળા
દર્શિકા ધોળાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે પોતે આ ઇવેન્ટના કોડિનેટર રાજકોટ ફેસ ઓફ રાજકોટનાં ગ્રાન્ડ ફિનાલે યોજવાના આવી હતી. તેનાથી બધા ખુબ જ ખુશ છે મોડલીંગ, ડાન્સીંગ, સીંગીગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લોકો માટે ફ્રી એન્ટી રાખવાના આવેલ છે. આ કાર્યક્રમમાં ૪૦ થી ઉપરના લોકો એ ભાગ લીધેલ છે. આમાં ગર્લ્સ, બોયઝ, નાના બાળકોએ પણ ભાગ લીધેલ છે.
વધુમાં વધુ લોકો આવા કાર્યક્રમમાં જોડાઇ તેવો આશાવાદ વ્યકત કરતા એન્કર રૂદ્ર
રૂદ્રએ અબતક સાથેની ખાસ વાતચીતમાં સૌથી પહેલા અબતક ચેનલનો ધન્યવાદ માન્યો હતો. તેમના માઘ્યમથી આ શો અને તેમનો અવાજ લોકો સુધી પહોચાડે છે તે બાદ તેમણે ધન્યવાદ લી હાર વેસ્ટ નો માન્યો હતો. તેમણે આ ખુબ જ સારી ઇવેન્ટ મેનેજ કરી હતી. તેમને આશા છે કે હજુ પણ રાજકોટમાં આવા કાર્યક્રમ થતાં રહે આવા કાર્યક્રમથી અહિંના લોકો સાથે તેમને પણ કામ મળતું રહે છે અને લોકો વધુ જોડાતા રહે.
આવા કાર્યક્રમોમાં મોડલીંગ ડાન્સીંગનો લાભ લેવો જોઇએ: સુમીતસિંહ રાજ
સુમીતસિંહ રાજએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ રાજકોટ આવ્યા છે તેનાથી ખુબ જ ખુશ છે ફેશ ઓફ રાજકોટ શો ખુબ જ સારો રહીયો છે. ખુબ જ મસ્તી લોકોએ કરી છે લોકો એ ખુબ જ સારી પ્રતિભા દર્શાવી હતી. અને આ સ્કોપ છે તો મોડલીંગ, ડાન્સીંગ, સીંગીગનો લાત લેતો રહેવો જોઇએ
મોટી ઉમરની મહિલાઓ જોડાઇ તે ખરેખર આનંદની વાત: આર.ડી. સીંગ
આર.ડી. સીંગ એ અબતક સાથેની વાત વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ રાજકોટના જજ હતા તે માટે તે ખુબ જ ખુશ છે. રાજકોટ આવવાનો ખુબ જ સારો અનુભવ થયો અને લોકો માટે ખુબ જ સારો નિર્ણય થયો તે માટે ખુબ જ સંતુષ્ટ છે. લોકોને સારા લેવલ ઉપર લઇ જવું તે તેમની કોશીષ છે.
રાજકોટની જનતાનો ઉત્સાહ ખુબ જ સારો હતો અને મોટી ઉમરની મહીલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો તે જોઇને ખુબ જ ખુશ છે.
રાજકોટ આવીને ખુબ જ ખુશ છું: અક્ષય મલિક
અક્ષય મલિકએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ આવીને તે પોતે ખુબ જ ખુશ છે. આ ફેશ ઓફ રાજકોટ કાર્યક્રમ ખુબ જ સારો રહ્યો છે. પાર્ટીસીપેટએ પણ ખુબ જ સારું પરફોર્મન્સ કર્યુ છે.