સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીસીડીસીમાંથી કોમ્પિટીટીવ એકઝામના પાઠ ભણી અસંખ્ય વિદ્યાર્થીઓને આકાશે આંબતી સફળતા મેળવી: સરકારે પણ સીસીડીસીની કામગીરીની નોંધ લીધી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૨૯ ભવન આવેલ છે. સીસીડીસી કરીયર્સ કાઉન્સલીંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર કે જયાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે. ભારતની હાલ માત્ર એક જ યુનિવર્સિટી છે કે ત્યાં કરીયર્સ કાઉન્સલિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ઉપલબ્ધ છે. હાલમાં ત્યાં સિવિલ સર્વિસના તમામ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે અને તેની ફી માત્ર ૫૦૦ થી લઈને ૨૦૦૦ સુધીની છે. ખાસ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સીસીડીસીને ૩૦ લાખ ‚પિયા પણ ફાળવવામાં આવ્યા છે.
સીસીડીસીના કો-ઓર્ડીનેટર ડો.નિકેશ શાહે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સીસીડીસી એટલે કરીયર્ર કાઉન્સેલિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ૨૦૦૬માં સીસીડીસીની સ્થાપના કરી હતી. જે રાજય સરકારનું રોજગાર માર્ગદર્શન કેન્દ્ર છે. જયારે કનુભાઈ વાનાણી, વા.ચાસલેશ હતા ત્યારે એડવાઈઝર મિટિંગમાં કમિટીના સદસ્યો એમના સજેશન મુજબ કેમ્પસ પર સીસીડીસીની શ‚આત કરવામાં આવે તો કેમ્પસના અને સૌ.યુનિ.ના વિદ્યાર્થીઓને આ સ્પર્ધાત્મક પરિક્ષાની માહિતી અને ટ્રેનિંગ અને કોચિંગ ઉપલબ્ધ કરાવી શકાય. તેથી એક ઈનોવેટીવ અભિગમના ભાગ‚પે સીસીડીસીની શ‚આત ૨૦૦૬માં કરાઈ.
સીસીડીસી છે તેની અંદર જયારે ૨૦૦૬માં શ‚ કયુર્ં ત્યારે ૨ લાખની ગ્રાન્ટ સૌ.યુનિએ પોતાના ડેવલપમેન્ટ ફંડમાંથી સીસીડીસીને ફાળવેલી. જેનો ઉપયોગ એડમીનીસ્ટ્રેટીવ અને કમ્પ્યુટર્સ ઓપરેટર તેમજ લાઈબ્રેરીના સ્ટાફ માટે થાય અને વિદ્યાર્થીનો નજીવી ફી થી આમાં ટ્રેનિંગ આપવાની એની સાથે વીજીસી ભારત સરકારની જે અલગ અલગ સ્કીમ છે. રેમેડીયલ કોચિંગ, નેટ કોચીંગ, એન્ટી ઈન ટુ સર્વિસ જેમાં યુપીએસસીના વર્ગો ચલાવવામાં આવે છે અને ઈકવલ ઓપોર્ચ્યુનિટી સેલ અને કરીયર્સ કાઉન્સલીંગ સેલ આવી પાંચ પ્રકારની યુજીસીની સ્કીમ છે. જે એસસી, એસટી અને ઓબીસી અને માપનોરીટીના વિદ્યાર્થીને ફ્રી ઓફ કોચિંગ આપવાની હતી. તેની સાથે સીસીડીસીનું જોડાણ કરી અને ઓપન અને તમામ કેટેગરીના વિદ્યાર્થીને લાભ મળે આ પ્રકારનું આયોજન કર્યું. સીસીડીસીમાં તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા કે જેમાં ૧૫૦૦ થી વધુ જગ્યાઓ હોય તે કેન્દ્ર સરકારની આઈબીપીએસ હોય એસબીઆઈ પીઓ હોય કે રેલવેની હોય કે સ્ટાફ સિલેકશન હોય કે પોસ્ટ હોય કે તલાટી મંત્રી હોય આ તમામ પ્રકારની પરીક્ષા સાથે ટેટની બી.એડની પરીક્ષા હોય તેવી જ રીતે લો માં જસ્ટીસની પરીક્ષા હોય તેની તૈયારી કરવાનું સીસીડીસી સવારે ૯:૦૦ વાગ્યે શ‚ થાય અને ૬ વાગ્યા સુધી ચાલે અને અમારો તમામ સ્ટાફ શનિ-રવિ પણ હોય. દિવાળીના ૧ દિવસો જ રજા હોય અને ૩૦ કલાકથી માંડી ૩૦૦ કલાક સુધીના કોચિંગ ચલાવાનું આયોજનતેમજ ૫૦૦-૧૦૦૦ ‚પિયા અને વધુ ૨૦૦ કોચીંગ ફ્રી બીજુ કશુ નહીં. યુનિ.૩૦ લાખના ફંડમાંથી આ બધી વ્યવસ્થા કરે છે. રાજય સરકાર ડાયરેકલી સીસીડીસીને કોઈ ગ્રાન્ટ આપતી નથી.
યુનિવર્સિટીએ પોતે પોતાના બજેટમાંથી ૩૦ લાખનું પ્રયોજન કર્યું છે. પણ આ વર્ષે જે રાજય સરકારનું બજેટ હોય તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સીસીડીસીની એકટીવીટ અને તેનું પરિણામ ૧૦૦ એ ૧૫ વિદ્યાર્થી પ્રાઈમરી પરીક્ષા ક્રેક કરે. તો આ પ્રકારનું રિઝલ્ટ અને ૨૦૧૩થી આભાર સુધીના રેકોર્ડમાં ૬૦૦ જેટલા વિદ્યાર્થીએ અલગ અલગ પરીક્ષામાં સફળતા મેળવી છે. એમાંથી ૬૦૦ માંથી ૬૦ વિદ્યાર્થી સરકારી કલાસ ૧, ૨ માં નોકરી કરે છે.
રાજય સરકારે અને ૧.૫ કરોડ ‚ા. સીસીડીસીની સ્પેશ્યલ લાઈબ્રેરી બનાવા માટે જે ભારતની કોઈપણ યુર્નિ.માં લાઈબ્રેરી નથી. જે રાજય સરકારે ગ્રાન્ટ આપી છે. સૌ.યુર્નિ.ને અને સૌ.યુર્નિ.ના વાઈસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ અંગત રસ લઈને સૌ.યુર્નિં.ના વિદ્યાર્થીને વધુ ને વધુ ફાયદો થાય તે માટે આ લાઈબ્રેરીમાં ૩ કરોડ ૫૭ લાખના ખર્ચે ૨૦૦ વિદ્યાર્થી સારી રીતે વાંચી શકે તેમજ એક સેમિનાર હોય અને ૧ લાખ પુસ્તકોની અમદાવાદમાં સ્પીપાની લાઈબ્રેરી પછી હાલની આ એક માત્ર લાઈબ્રેરી છે કે ત્યા સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો છે. દરરોજ ૧ વાગ્યે વિદ્યાર્થી આવે અને ૪ કલાકની ટ્રેનીંગ હોય એક પણ પ્રકારનો બ્રેક ના આવે. બધાનો પુરતો સપોર્ટ. આ વાતાવરણની વિદ્યાર્થીને પણ પ્રોત્સાહન મળે અને જેમ ગયા વર્ષે ૧૫% રીઝલ્ટ મળ્યું તો હવે ૨૫% થાય. તેના માટે ૪૦ જેટલી કાર્યશાળાનું આયોજન કર્યું છે. તો આ પ્રકારનીનિ:શુલ્ક કાર્યશાળા રવિવારે સવારે રાખી બે કે ત્રણ ટોપીક પર બારથી એકસ્પર્ટને બોલાવી વિદ્યાર્થી સાથે ઈન્ટર ટોંકીગ થાય. તેવું આયોજન કરેલ છે.
જયારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે વિદ્યાર્થીને રજી. ફ્રી જ નહી પણ ઘણી બધી સ્ટડી મટીરયલ્સની જ‚ર રહેલી હોય. તો અમે યુનિ.તરીકે ફી અગત્યની નથી. ફી ન હોય તો પણ સારુ પર્ફોમન્સ આવી શકે અને રજીસ્ટ્રેશન ફી એટલા માટે રાખી છે કે જેથી વિદ્યાર્થીનું કમીન્ટમેન્ટ રહે. વિદ્યાર્થીઓને જો સ્ટડી મટીરયલ્સ આપીએ તો વિદ્યાર્થી માટે સ્ટડી મટીરયલ્સ કરવામાં જાય. તેના બદલે આ રિસોર્સ પર્સન વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી સાથે સંકલનમાં આવે અને જે રિસોર્સ પર્સન અને વિદ્યાર્થીમાટે સારુ પુસ્તક અવેલેબલ હોય તો આ પુસ્તક એક રેફરન્સ તરીકે ફ્રી ઓફ કોસ્ટ આપી.
અત્યારની પરિસ્થિતિમાં સીસીડીસી નં.૧ પર છે જ પણ યુપીએસસીની ટ્રેનીંગ ગંભીરતાથી શ‚ કરી યુનિ.માં વધુને વધુ વિદ્યાર્થી આવે તેવી વ્યવસ્થા ધીમે-ધીમે ઉભી કરતા જાય છે. વિદ્યાર્થી પોતાની જાતે ભણી શકે તે પ્રકારનું સીબીટી એના માટેઆખો ‚મ ડેવલપ કર્યો છે. તેમાં ૫૨ ઈંચનું ટીવી, અંદર સ્માર્ટ બોર્ડ ઉપલબ્ધ કરાયું છે.
કમ્પ્યુટર્સ લેબોરેટરી રાષ્ટ્રીય શિક્ષા અભિયાનના માધ્યમથી અમને ૨૨ કમ્પ્યુટર્સ આપવામાં આવ્યા છે અને તેની લેબોરેટરી બનાવી રહ્યા છે. સીસીસી ની તૈયારી કરતા જે કર્મચારીઓ છે. તો તેને ઘણીવાર વર્ડ, એકસેલ, પાવર-પોઈન્ટ, ગુજરાતી ટાઈપિંગમાં ઘણા બધા પ્રોબ્લેમ હોય. પ્રેકટીસ કરવાનો સમય ના હોય તો તેને ૮ થી ૧૦ની અંદર આવી ટ્રેનિંગ આપી શકીએ તે માટેનું ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવી રહ્યા છીએ.
અહીં એક સાથે ૬૦૦ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી શકાય એ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે એટલે કોઈપણ પરિક્ષા જેમ ટુંક સમયમાં ટેટ-૨ પરીક્ષા છે. તેની પણ કોચિંગ શ‚ કરવાના છીએ. એવી જ રીતે બેન્કીંગના કોચિંગ પણ શ‚ થશે અને વેકેશનનો જે પીરીયડ છે. તેમાં ખાલી સ્પર્ધાત્મક પરીક્ષાના જ વર્ગો નહી પણ સોફટ સ્કીલ જેનાથી વિદ્યાર્થી ડેવલપ થાય તો વેકેશનમાં તેનો ફાયદો મળે તેવા પ્રયત્નો છે. અત્યાર સુધી લગભગ કેમ્પસના ૩૦૦૦ જેટલા વિદ્યાર્થીને સોફટ સ્કીલમાં ટ્રેનિંગ આપી છે.
સીસીડીસીના પ્રોફેસર ડો.પરાગ દેવાણી જણાવે છે કે પંચાયતી રાજ, બંધારણ, અર્થકારણ, ખાજનીતી આવા બધા વિષયો અહીં ભણાવું છું અને અમે પોતે જે સીસીડીસીમાં જે વિદ્યાર્થી ભણે છે તેને કોચીંગ આપુ છું. સૌથી વધુ વિદ્યાર્થીલક્ષી અભિગમ મેં પોતે મારી એકઝામ સીસીડીસીના માધ્યમથી પૂર્ણ કરી છે. એવુ લાગે છે કે પ્રોફેસર વિદ્યાર્થી થકી છે. આવનારી પેઢીથી સીસીડીસીના માધ્યમથી આપ એવી નોકરી મળે સતા મળે અને સતા સાથે સેવા કરવાનો મોકો મળે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો.ધીરેન પંડયા જણાવે છે કે યુનિવર્સિટી બિલકુલ એવુ માને છે કે હવેના તબકકે માત્રને વિદ્યાર્થીઓને શિક્ષણ પુરુ પાડવુ કે એમને એવોર્ડ ક્ધફર્મ થઈ જાય તે પુરતી યુનિવર્સિટીની જવાબદારી નથી. આ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને પુરતી તક મળે અને આ સ્પર્ધાત્મક દુનિયાની અંદર સૌ.યુનિ.ના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના માધ્યમથી એવી રીતે બહાર નિકળે કે લોકોને એમ થાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ગ્રેડની યુર્નિં. છે. તો આ દિશામાં સતતને સતત પ્રયત્નો કરવામાં આવે છે. તેનું માધ્યમ સીસીડીસી બન્યું છે.
સીસીડીસીમાં અત્યાર સુધી લગભગ ૪૫૦૦૦ જેટલા યુવાનો રજીસ્ટર થયા છે. રજીસ્ટર કરવા માટે યુર્નિ.ની વેબસાઈટ પણ છે. તેમાં પણ રજીસ્ટ્રર કરી શકાય છે. ભવિષ્યમાં યુપીએસસી માટે પણ યુર્નિ.વિચાર કરી રહી છે. આઈએસ, આઈપીએસના વર્ગો ચલાવા માંગીએ છીએ. એમાં પણ ખૂબ સારુ રિઝલ્ટ મળે આ પ્રકારનો પ્રયત્ન છે.
જીપીએસસીની પ્રીપ્રરેશન માટે સીસીડીસીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ‚વા કૃપા જણાવે છે કે દેશ માટે કાંઈક કરવાની ઈચ્છા છે અને જો સરકારી જોબ મળી જાય તો સરકારમાં એવા ચાન્સ વધુ મળશે કે સરકારી જોબ કહી સરકાર માટે ઉપયોગી થઈ શકુ. સીસીડીસીમાં અભ્યાસ કરવાનું મુખ્ય કારણ એ જ છે કે અહીનો સકસેસ રેસિયો સારો છે. અનુભવી સ્ટાફ છે તો સારી રીતે માર્ગદર્શન પુ‚ પાડી શકે. જ‚ર નથી કે જયા ફી વધુ હોય ત્યાં જ સારુ માર્ગદર્શન મળી શકે. મારા મત મુજબ જો અનુભવી સ્ટાફ હશે અને વધુ માર્ગદર્શન આપશે તો જ સફળતામાં મળશે.
જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થી પરમાર જીજ્ઞેશ જણાવે છે કે સીસીડીસીનું વાતાવરણ ખૂબ જ શાંત અને જે વિદ્યાર્થીઓને અનુકુળ આવે છે. બીજા કોઈ અનિયમિત વિદ્યાર્થી આવી શકતા નથી. સરકારી નોકરી માટેનું શાંત વાતાવરણ કઈ રીતે મળી શકે તેવું વિદ્યાર્થીલક્ષી વાતાવરણ અહીં છે.
બારના કોઈ કલાસીસમાં જઈએ તો ભણાવે સારુ પણ ત્યાંના જે શિક્ષકો છે. તે સીસીડીસીની કમ્પેરમાં એમની પાસે પુરતો અનુભવ નથી હોતો અને અપડેટ પણ નથી હોતો અને સરકારની સાથે કનેકટેડ છે તો સીસીડીસી બેસ્ટ છે. મારો ગોલ આઈએએસ ઓફિસર બનવાનો છે. જીપીએસસીની હાલ ભરતી છે તૈયારી ખૂબ કરુ છું. સીસીડીસીનું વાતાવરણ એવુ છે કે કોઈ સ્ટુડન્ટ હાજર થયો પછી તેને રજાનું મન નથી થાતું. ખુબ જ સારુ માર્ગદર્શન મળે છે અને આવનાર વિદ્યાર્થીને એ જ સંદેશ કે સીસીડીસીમાં જ‚ર આવે. મહેનત કરે એટલે ચોકકસ સરકારી નોકરી મળશે.