રાજકોટમાં પીડીયુ ગર્વમેન્ટ કોલેજ ખાતે અભ્યાસ કરતા એમબીબીએસ અને એમડીએમએસનાં વિદ્યાર્થીઓ સ્કિલ ડેવલપમેન્ટ થાય તે માટે કોમ્પીટીશનનું આયોજન કરાયું હતુ.
જે અંગે પ્રો. મધુલક્ષ મિસ્ત્રી એ જણાવ્યું હતુ કે રાજકોટની પીડીયુ ગર્વમેન્ટ મેડીકલ કોલેજ ખાતે એમબીબીએસઅને એમડીએમએસના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે અને તેમના જીવનકાળ ધણી બધી વર્કશોપ, સેમીનારમાં પાર્ટીસીપેટ કરતા હોય છે. જે એકેડિમિક માટે ખૂબ જરૂરી છે. ફકત અભ્યાસ દરમિયાન જ નહિ પરંતુ એમડીએમએસની ડીગ્રી લીધા પછી પણ લેકચર આપવાનાં હોય છે. તો તે માટે અત્યારથી જ સ્કિલ ડેવલપમેન્ટ થાય તે માટે કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ત્રણ સેશન્સમાં કોમ્પીટીશન રાખેલ છે. ટોટલ ૩૦ રેસીડન્ટ ડોકટર પાર્ટીસીપેટ થયેલ છે. કોલેજની ફેકલ્ટી ટિચર દ્વારા જજ કરવામાં આવશે. અને તેમની કુશળતા પ્રમાણે વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપવામાં આવશે. આ રીતની કોમ્પીટશન સમગ્ર ગુજરાતમાં ફસ્ટ ટાઈમ ઓર્ગેનાઈઝ કરી છે. જે વિદ્યાર્થીઓને લાભદાયી નીવડશે.