દંડની આ રકમ ક્રિકેટ બોર્ડે ૬૦ દિવસની અંદર આપવાની રહેશે
આઇપીએલ ની બ્રોડકાસ્ટીંગ ડીલમાં પોતાની પોજિશનનો ઉપયોગ કરવાના પ્રકરણમાં દેશના ધ કોમ્પીટિશન કમિશને બીસીસીઆઇને ૫૨ કરોડ રૂપિયાનો દંડ કયો છે.
બીસીસીઆઇ પર આરોપ છે કે વિશ્ર્વના સૌથી ધનાઢય અને પાવરફૂલ ક્રિકેટ બોર્ડ તરીકેની પોઝિશનનો પ્રભાવ આઇપીએલનો પાડી બ્રોડકાસ્ટિંગ રાઇટ આપ્યા છે. અગાઉ સોની પિકચર્સને રાઇટ આપ્યા પછી કોમ્પીટીશન કલોઝનો ભંગ કરીને રુપર્ટ મર્ડોકની સ્ટાર ઇન્ડિયાને રાઇટ આપી દીધા.
બીસીસીઆઇના રૂપિયા ૧૧૬૪ કરોડના ટર્નઓવર પ્રમાણે આ વસૂલાત કરવામાં આવી છે. મતલબ કે દંડ કરવામાં આવ્યો છે. ટૂંકમાં કોમ્પિટિશન કમિશને બીસીસીઆઇને રૂ.૫૨ કરોડનો દંડ કર્યો છે. જે ૬૦ દિવસમાં આપવાના રહેશે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં પણ બીસીસીઆઇને આટલો જ દંડ થયેલો.આઇપીએલમાં બીસીસીઆઇએ ફ્રેન્ચાઇઝીઓનું હિત જાળવીને જ જાહેરાતો લીધી હતી. જો કે જંગી કમાણી થતી હોય બીસીસીઆઇ દંડ ભરવાનું પસંદ કરે છે. તેમ ખેલકૂદ નિષ્ણાતોનો મત છે.