પ્રદુષણ ઘટાડાનો વિકલ્પ એટલે હાઈડ્રોજનનો વાહન ઈંધણમાં ઉપયોગ !!
હાઈડ્રોજન યુદ્ધ યુરોપ-ચીન વચ્ચે બાવન લાખ કરોડના કારોબાર વચ્ચે ખરાખરીનો ખેલ
હાઈડ્રોજન વાયુએ તત્વ આવર્ત કોષ્ટકનો એક એવો મહત્વનો વાયું છે કે જે સૌથી ઓછુ કાર્બન ઉત્સર્જન કરે છે. વાહનોનાં ઈંધણરૂપે જો આ વાયુ વાપરવામાં આવે તો પ્રદુષણ પર રોક લગાવવામાં મોટી સફળતા મળી શકે પરંતુ આ વાયુ અત્યંત જવલનશીલ હોવાથી વાહનોનાં ઈંધણમાં વાપરવો ખૂબ જોખમકારી સાબિત થઈ શકે છે. આથી હાઈડ્રોજન વાયું હાલ, માત્ર રોકેટ ઈંધણ તરીકે જ ઉપયોગમાં લેવાય છે. હાલના સમયમાં પ્રદુષણ એક ગંભીર મુદો બન્યો છે. એમાં પણ ખાસ વાહન પ્રદુષણના કારણે વાતાવરણને મોટુ નુકશાન પહોચી રહ્યું છે. જેને અટકાવવા વાહનોમાં હાઈડ્રોજનનો ઉપયોગ કરવા વિશ્ર્વના દેશો મથામણ કરી રહ્યા છે. જાણે ‘હાઈડ્રોજન વોર’ ઉભુથઈ ગયું હોયતેમ, દેશો વચ્ચે હાઈડ્રોજન બનાવવાની તકનિકો ને લઈ મોટી હરિફાઈ જામી છે. આગામી સમયમાં ગ્રીન હાઈડ્રોજન માટેનું પર લાખ કરોડનું માર્કેટ ઉભુ કરવા દેશો વચ્ચે કવાયત શરૂ થઈ છે.
માનવ સભ્ય સંસ્કૃતિમાં ખોરાક રાંધવાથી લઈને જીવન જરૂરી પોષણ મેળવવા માટે શરૂ થયેલા ઉર્જાના ઉપયોગમાં પ્રથમ પાસાણ યુગમાં ગુફાઓની બહાર નીકળીને માનવીએ ચકમકના પથ્થરથી તણખલું સર્જીને પેટાવેલી અગ્ની આજે અનેક બળતણોની સફર સર કરીને ઝાળી-જાખરા, લાખડા, કોલસા, હાઈડ્રોકાર્બન ઈંધણો, ગેસ, વીજળી અને હવે અણુ શક્તિનો ઈંધણ તરીકે પ્રયોગ થઈ રહ્યો છે. ત્યારે વીજળીમાંથી હાઈડ્રોજન બનાવતી મશીનો હવે આધુનિક યુગના ચુલા બની ગયા છે ત્યારે 52 લાખ કરોડના આ કારોબાર માટે યુરોપ અને ચીન વચ્ચે સ્પર્ધા શરૂ થઈ છે.
હાઈડ્રોજન બનાવતી મશીનો માટે ડેનમાર્ક એક વર્ષ પહેલા મોખરે હતું. હવે ઈલેકટ્રોલાઈઝરની માંગ એટલી ઝડપથી વધી રહી છે કે, બેડેન કંપની તેનું કદ બમણું કરવા વિચારી રહ્યું છે. 2014માં આ કંપનીએ શરૂ કરેલી આ કામગીરીમાં હવે તે એકલી નથી. ગ્રીન ગેસ ઉત્સર્જનને કાપવા માટે હાઈડ્રોજનનો ઉપયોગ મુખ્ય બન્યો છે. આવનાર દિવસોમાં 52 લાખ કરોડનો આ કારોબાર માટે યુરોપીયન અને ચીન વચ્ચે સ્પર્ધા શરૂ થઈ છે.
રાયસ્ટર્ડ એનર્જીના વડા ગીરો ફેગ્રીયોએ જણાવ્યું હતું કે, હાઈડ્રો મશીનરી માટેની વિશ્ર્વમાં એક યુદ્ધ શરૂ થઈ ગયું છે. અમેરિકાની કંપનીઓ નવા ઈંધણ માટે સજ્જ થઈ રહી છે. હાઈડ્રોજનને ઉર્જાનો સ્ત્રોત તરીકે ઉપયોગ કરવાની વાત જો કે, એક સદી જૂની છે. ખાતરના ઉત્પાદન માટે નોર્વેમાં 1927માં ગેસનું ઉત્પાદન કરવા માટે ઈલેકટ્રીક મશીન બન્યું ત્યારથી આ કામગીરીનો પ્રારંભ થયો અને તેનો ઉપયોગ રોકેટ એન્જીન અને પરમાણુ શસ્ત્ર સુધી પહોંચ્યો છે. હાઈડ્રોજનના ઉપયોગ માટે હજુ ઘણું કરવાનું બાકી છે. સ્વીત્ઝરલેન્ડની કંપનીએ 1990માં આ અંગેનો અભ્યાસ શરૂ કર્યો હતો. દાયકાઓની સફર બાદ આજે હાર્ટ હાઈડ્રોજન તેનો અંતિમ વિકલ્પ બન્યો છે અને તેના માટેની મશીનરી માટે વિશ્ર્વની કંપનીઓમાં હોડ લાગી છે. આ ટેકનોલોજીના ઉપયોગ માટે રોયલ ડચ, સેલ, પીએલસી, બીપીપીએલસી, એકઝોન, મોબીલ કોર્પોરેશન, ઈંગ્લેન્ડ સરકાર, હ્યુડાઈ જેવી સંસ્થાઓ હોડમાં ઉતરી છે.
બેડેને જણાવ્યું હતું કે, હાઈડ્રોકાર્બન મશીનરી માટે જર્મનીમાં હોનાવરમાં ઉદ્યોગ મેળામાં ઓટોમેટીવ કંપનીઓના અધિકારીઓ વીન્ડ ટર્બાઈન ઉત્પાદકો, ઈલેકટ્રોલાઈજર્સ પોતાની ટેકનોલોજી લઈને આવ્યા હતા તે તમામે હાઈડ્રોકાર્બન મશીનરીને અગ્રતા આપી અને કરોડો ડોલરનો ઓર્ડર મળી ગયો. વીજળી ઉત્પન્ન કરવા માટે હાઈડ્રોકાર્બનનો ઉપયોગ કરીને ઓછા ઉત્સર્જનથી ઉર્જા મેળવી શકાય છે. આબોહવા મૈત્રીપૂર્ણ ઉત્પાદન ખર્ચાળ છે ત્યારે યુરોપમાં સૌથી વધુ કાર્બન ટ્રેડીંગ સીસ્ટમનું ચલણ છે. 2060 સુધીમાં આ ક્ષેત્રે સર્વોપરી બનવાની ચીનના જીનપિંગની જાહેરાતે ભારે આશ્ર્ચર્ય સર્જયું છે. અત્યારે કોરોના વાયરસના વાયરામાં વૈકલ્પીક ઉર્જાની માંગ તિવ્ર બની છે ત્યારે 52 લાખ કરોડના આ કારોબાર માટે અમેરિકા, ચીન, બ્રિટન, જાપાન, દ.કોરિયા સહિતની પેઢીઓ કાર્યરત બની છે.
હ્યુડાઈ 2030માં 64000 હાઈડ્રોજન ટ્રકની નિકાસ કરવાની જાહેરાત કરી ચૂકી છે. ચીને હજુ સુધી યુરોપીયન બજાર તોડ્યું નથી પરંતુ હવે તેનું કદ વધશે.
1000 મેગાવોટ ઈલેકટ્રોલાઈઝરની ક્ષમતાવાળા પ્લાન્ટો માટે પણ આ નવી સીસ્ટમ આદર્શ બની જાય છે. જંગલી હાઈડ્રોજનનું ઉત્પાદન બેલ્જીયમ નજીકથી કરવામાં આવે છે. જેમાં 18000 ચો.મી.ની ફેકટરીમાં 500 મેગાવોટ વીજળી તૈયાર થાય છે. મજૂરો અને કાચા માલ માટે ઓછો ખર્ચથી ચીન પણ ઈલેકટ્રોલાઈઝર્સનું સૌથી મોટુ અને સસ્તુ ઉત્પાદન કરતું દેશ બનાવા જઈ રહ્યો છે. મંગોલીયામાં હાઈડ્રોજન ઉત્પાદન કરવા માટે ચીન એક વિશાળ પવન અને સૌર્ય ફાર્મ બનાવી રહ્યું છે. યુરોપમાં સૌથી વધુ કાર્બન ટ્રેડીંગની સીસ્ટમ છે ત્યારે 52 લાખ કરોડના આ કારોબાર માટે હવે ચીન અને યુરોપ વચ્ચે રીતસરની હરીફાઈ ઉભી થઈ છે.
કાર્બન ઉત્સર્જન ઘટાડી પ્રદુષણ પર રોક લગાવવા મિથેનોલ અને પાણી મિશ્રિત હાઈડ્રોજન ઉત્પાદિત કરાશે
આજના સમયમાં પ્રદુષણનો પ્રશ્ર્ન એક વ્યાપક અને અતિગંભીર મુદો બન્યો છે. પ્રદુષણ પર રોક લગાવવા કાર્બન ઉત્સર્જનનો ઘટાડવો અતિ આવશ્યક છે. કાર્બન ઉત્સર્જન જ પ્રદુષણ પાછળ જવાબદાર પરિબળ છે. આ પરિબળને નાથી વાતાવરણને ‘શુધ્ધ’ કરવા વિશ્ર્વના દેશો મથામણ કરી રહ્યા છે. ત્યારે આ સંદર્ભે ઈંદોરની આઈઆઈટીના વિદ્યાર્થીઓએ એક નવી પધ્ધતિ વિકસાવી છે. ઉર્જાના સ્ત્રોતમાં ઉપયોગ કરવામાં આવતા હાઈડ્રોજન ગેસના ઉત્પાદનની નવી પ્રક્રિયા કે જેમાં મેથેનોલ અને પાણી ભેળવી ઉત્પાદિત કરી શકાશે. આઈઆઈટીના રાસાયણિક વિભાગના વિદ્યાર્થીઓએ આ નવી પધ્ધતિ એસોસિએટ પ્રોફેસર ડો. સંજયકુમાર સિંહના માર્ગદર્શનમાં વિકસાવી છે.
ઈંદોર આઈઆઈટક્ષએ આ માટે પેટેન્ટ પણ નોંધાવી છે. આ નવી પધ્ધતિ આગામી સમયમાં વાહનોમાં ઈંધણનાં રૂપે હાઈડ્રોજનનો ઉપયોગ કરવા તરફ મોટી મદદરૂપ નીવડશે. હાઈડ્રોજન ગેસએ સૌથી ઓછુ કાર્બન ઉત્સર્જન કરે છે.જેનાથી જીરો લેવલનું પ્રદુષણ ઉત્પન્ન થાય છે. આથી વાહન પ્રદુષણને રોકવામાં મદદ થશે. એક અહેવાલ અનુસાર વાહનોના ઈંધણમાં માત્ર હાઈડ્રોજન ભેળવવાથી પ્રદુષણમાં 70 ટકાનો ઘટાડો થશે.
ઉલ્લેખનીય છે કે પરંપરાગત બાયોગેસ અને જીવાશ્મો દ્વારા જ હાઈડ્રોજન ગેસ મળે છે. અને આ પ્રક્રિયાથી કાર્બન ડાયઓકસાઈડ સૌથી વધુ માત્રામાં ઉત્પાદિત થાય છે. જયારે આનાથી વિપરિત મેથેનોલે અને પાણીના મિશ્રણથી હાઈડ્રોજન બનાવવાની પ્રક્રિયા એકદમ સરળ છે. અને પ્રદુષણ પણ ઓછુ ફેલાય છે. મેથેનોલ સરળતાથી ઉપલબ્ધ પણ છે. જેમાં પરથેનિયમનો ઉત્પ્રેરક રૂપમાં ઉપયોગ કરાય છે. આ પ્રક્રિયાથી ખર્ચ પણ ઓછો થાય છે.