પશ્ર્ચિમ ભારતના ગુજરાત રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લા તાલોદ તાલુકાનું ગામ પુંસરી ગામનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે. આફ્રિકાના નૈયરોલીથી આવેલી સમિતિ દ્વારા ગામની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી અને આ પધ્ધતિ કેન્યાના ગામડાઓમાં અજમાઇશ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક શાળા, પંચાયત ઘર, આંગણવાડી, દૂધની ડેરી ધરાવતાં પુંસરી ગામમાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તથા પશુપાલનનો છે. મુખ્ય ખેત ઉત્પાદનોમાં ઘઉં, જીરૂ, બાજરી, કપાસ તથા શાકભાજી મુખ્યા રહ્યાં છે. પુંસરી ગામની આ હતી પ્રાથમિક માહિતી પાંચ પ્રાથમિક શાળાઓ ધરાવતા પુંસરી ગામની વિશેષતાએ છે કે શાળાઓમાં શિક્ષણમાં ખલેલ પહોંચાડ્યા વગર વાલીઓને તેમના બાળકોના શિક્ષણ અને શિક્ષકો પર નજર રાખવા માટે કેમેરા મુકવામાં આવ્યા છે. પુંસરીમાં શિક્ષણ છોડી જવાનો દર લગભગ શૂન્ય છે.
પુંસરી ગામમાં વીજળી માટે 66 કે.વી. સબ સ્ટેશન આવેલું છે. ગામના સરપંચ ગામના લોકો માટે અમર્યાદિત ઇન્ટરનેરની સુવિધા પંચાયતના કાર્યાલય માટેના હેતૂથી પુરી પાડવાનો ધ્યેય ધરાવે છે. પંચાયતે ગામના વિદ્યાર્થીઓ માટે બધી ઉત્તમ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે.
પ્રાથમિક શાળાઓમાં એર કન્ડિશન અને ઉમેરાઓ મુકવામાં આવ્યા છે. ગામના મુખ્ય સ્થળોએ 25 જેટલા સી.સી.ટી.વી. કેમેરા મુકાયા છે. જેથી રસ્તા પર કચરો નાખતા લોકો પર ધ્યાન રાખી શકાય.
ગામમાં પરિવહન માટે નાની બસો વાપરવામાં આવે છે. દૂધ આપવા કે લેવા જતી મહિલાઓ માટે પંચાયત દ્વારા અટલ એક્સપ્રેસ નામની સુવિધા ઉભી કરી છે. ગામના લોકો સાથે સંદેશા વ્યવહાર માટે 120 જળ અવરોધક સ્પીકર મુકવામાં આવ્યા છે. જેના વડે ગામના સરપંચ નવી યોજનાઓની માહિતી અને અન્ય જરૂરી મહત્વની માહિતી અને મહત્વના સૂચનો ગામના લોકોને આપી શકે આ સ્પીકરોનો ઉપયોગ, ભજન, શ્ર્લોક અને મહાત્મા ગાંધીના અવતરણો માટે કરવામાં આવે છે.
આ યોજનાઓ માટે રૂા.140 યુ.એસ. મિલીયન થયો હતો જે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા નાણાં પૂરા પાડવામાં આવ્યા હતા આ માટે ગામના સરપંચને શ્રેષ્ઠ ગ્રામસભા પુરસ્કાર દિલ્હી ખાતે રાષ્ટ્રીય પંચાયત દિવસ પર આપવામાં આવ્યો હતો. નવેમ્બર-2011માં રોજ વર્તમાન દેશના વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો પુરસ્કાર મળ્યો હતો. પુંસરી ગામે મળેલા અનેક પુરસ્કારોમાં અકાદમી ઓફ ગ્રાસ રૂટ્સ, સ્ટડીઝ અને રીસર્ચ ઓફ ઇન્ડિયા એવોર્ડનો સમાવેશ થાય છે.
પુંસરીમાં જળ વ્યવસ્થા અંગેની વાત કરીએ તો અગીયાર વર્ષ પહેલા પંચાયતે ગામમાં રીવર્સ ઓસ્મોસીસ (આર.ઓ.) પ્લાન્ટ મુક્યા છે. જે ગામના લોકોને પીવાનું સ્વચ્છ પાણી પુરું પાડે છે. લગ્ન અને અન્ય પ્રસંગોએ પાણીના ટેન્કરનું આયોજન કરવામાં આવે છે. જ્યારે પીવાનું પાણી બધા લોકો માટે પ્રાપ્ત છે. ગામમાં યોગ્ય જળ નિકાલ અને ગટર વ્યવસ્થા છે જે સંપૂર્ણ ભૂગર્ભ છે.
દેશના શ્રેષ્ઠ ગામ તરીકેનું બીરૂદ મેળવનાર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું પુંસરી ગામ સેનિટેશન વ્યવસ્થા, વ્યક્તિગત, સામૂહિક શૌચાલય, મોબાઇલ, શૌચાલય, પી.એચ.સી., શાળામાં કાર્યરત જ્ઞાનકુંજ, પ્રોજેક્ટ અને પ્રજ્ઞા પ્રોજેક્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો, વહીવટી વ્યવસ્થા.આર.ઓ. પ્લાન્ટ, આંતરીક બસ વ્યવસ્થા, ડીઝીટલ લાઇબ્રેરી, સીંગલ ખેડૂત સિસ્ટમ જેવી સંખ્યાબંધ સુવિધાઓ ધરાવે છે.