વર્તમાન પરિસ્થિતિમાં ફી ભરવા અંગે વાલીઓની ગેરસમજ દુર કરતું સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ
હાલ વર્તમાન પરિસ્થિતિમાં લોકડાઉન સમયે મઘ્યમ ગરીબ વર્ગના લોકોની આર્થિક હાલત કફોડી બની છે હાલ શાળા કોલેજો પણ બંધ છે ત્યારે વાલીઓ પોતાના સંતાનોની ફી ભરી શકવા સક્ષમ ન હોય અને ફી માફીની માંગો ઉઠી રહી છે ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સક્ષમ વાલીઓને ફી ભરવા જણાવી વર્તમાન સમયમાં પ્રવર્તી રહેલી ગેરસમજને દૂર કરી છે.
તાજેતરમાં કોરોના મહામારીની આ વિકટ પરિસ્થિતિમાં દરેક વ્યકિત પરેશાન છે વિઘાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સંચાલકો બધા જ ખુબ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગુજરાત રાજયની તમામ શાળાઓ, વિઘાર્થીઓને ધીરજપૂર્વક અત્યંત કપરા સમયમાં અડીખમ રહી ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છીએ. ત્યારે અમે વિઘાર્થી અને વાલીઓની આ પરિસ્થિતિમાં તેમની સાથે છીએ. તાજેતરમાં શાળાઓએ ફી લેવી કે ન લેવી શાળાઓએ ફ્રી માફી આપવી, આવી ઘણી અયોગ્ય બાબતો અમુક લોકો અને સંગઠનો દ્વારા પેપરમાં, સોશ્યલ મીડીયામાં વહેતી થઇ છે. વાસ્તવિકતા એ છે કે, શાળાઓ બંધ હોય એવી સ્થિતિમાં જે વાલીઓની આવક બંધ છે અને આથિંક વ્યવસ્થા નથી તેમના માટે શાળાઓનો ફી માટેનો કોઇ દુરાગ્રહ ના હોય, પરંતુ આ લોકડાઉનમાં જે વાલીઓ નોકરી કરે છે કે વ્યવસાય કરે છે અને જેમની આવક ચાલુ છે એ સૌ વાલીઓ શાળાઓની પરિસ્થિતિ પણ વિચારે કે જે શાળા અત્યારે શિક્ષકોના પગાર, મકાન ભાડુ કે મકાન લોન કે અન્ય શાળાના અન્ય ખર્ચા નીભાવી રહી છે. સક્ષમ વાલીઓ એમના સંતાનોની ફી ભરી શાળાને મદદરુપ થાય તેવી લાગણી વ્યકત કરી છે. સ્વનિર્ભર શાળાઓ વિઘાર્થીની ફી દ્વારા એકઠા થતા નાણાથી ચાલતી હોય છે. શાળાઓ માટે ફી નિયંત્રણ કમીટી આવી પછી દર વર્ષના અંતે રીઝર્વ ફંડ પણ મંજુર કરવામાં આવતું નથી. આરટીઇ ના વિઘાર્થીઓની ફી પણ અત્યંત મર્યાદિત રકમમાં શાળાને આપવામાં આવે છે. આવા સંજોગોમાં શાળાઓને આવક ન થાય તો તેમના સ્ટાફને કેવી રીતે નિભાવી શકે? આ વિપરીત પરિસ્થિતિનો ભોગ બનેલા વાલીઓની સહાયપ થવા.
લોકડાઉનના સમયમાં જે વાલીઓની આવક ચાલુ છે તે વાલીઓએ જરુરથી ફી ભરવા, માર્ચ-એપ્રિલ અને મે ની ફી જ વાલીની બાકી છે જે અત્યારે ભરી શકે તેમ નથી તે નવું સત્ર ખુલે ત્યારે હપ્તેથી ભરી આપે, આ માટે જે તે શાળાને પત્ર લખી જાણ કરવી, નવા સત્રની ફી જે તે મહિનાની દરેક વાલી રેગ્યુલર ફી ભરે અને જેમને આર્થિક મુશ્કેલી છે તેવા વાલીને શાળા ફી ભરવા માટે વધારાનો સમય આપે, રાજયની તમામ સ્વનિર્ભર શાળાઓ રાજય સરકારની સચુના મુજબ વર્ષ ૨૦૨૦-૨૧ ની ફી વધારવાની નથી. જેની સૌ વાલીઓને જાણ થાય. આ વ્યવસ્થા અનુસાર કોઇપણ વાલીને ફી અંગે કંઇ પણ પ્રશ્ર્ન હશે તો જે તે સમયે શાળાઓ એવા પ્રશ્ર્નોનું નિરાકરણ કરશે. તેમ જણાવી ફી મુદ્દાનું નિરાકરણ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે જણાવ્યું છે.