ઇન્સયુરન્સ કંપનીનો વ્યવસાય પમેકિંગ લોસ ગુડથના વ્યવસાય તરીકે ઓળખાય છે. ઈન્સ્યુરન્સના કિસ્સામાં જ્યારે કોઈ મૃતકના પરિજનને વીમા રકમ પેટે વધારાના રકમની ચુકવણી કરવામાં આવે તો ચોક્કસ વીમા કંપનીને ખોટ આવે છે પણ કોઈ એક પરિવારનું ભાવિ ધૂંધળું થતા અટકે છે જેથી આ વ્યવસાયને પમેકિંગ લોસ ગુડથ તરીકે ઓળખવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કહ્યું છે કે અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિ સ્વનિર્ભર એટલે કે જાત કમાઈવાળી   હોય અને તેની ઉમર 40 વર્ષથી ઓછી હોય તો  અકસ્માત વળતરનું મૂલ્યાંકન કરતી વખતે આવકનો 40% વધુ વળતર તેના પરિવારના ભવિષ્યને ધયસને રાખીને આપવી જોઇએ.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, આ અદાલતની પાંચ જજોની ખંડપીઠે નેશનલ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ વિ. પ્રણય શેઠી, (2017) 16 એસસીસી 680 કેસમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિ વ્યવસાયિક રૂપે સ્વનિર્ભર હોય ત્યારે અકસ્માત વળતરની આકારણી કરતી વખતે જો તેની ઉંમર 40 વર્ષથી ઓછી હોય તો વળતરમાં 40 ટકાની રકમ ભાવિ સંભાવનાને ધ્યાનમાં રાખીને આપવી જોઈએ.

આ કિસ્સામાં, મૃતક સ્વનિર્ભર હતો અને તેની ઉંમર 37  વર્ષની હતી તેથી ભવિષ્યની સંભાવનાના સંદર્ભમાં તે 40% ટકા વધુ વળતર મેળવવાનો હકદાર છે તેવું કોર્ટે નોંધ્યું હતું. હાઈકોર્ટે હોસ્પિટલમાં દાખલ સભ્યો માટે એક લાખ રૂપિયાના વધારાના ટેકાની જાહેરાત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે, આ કિસ્સામાં મૃતક ભાવિ સંભાવનાઓને કારણે નોકરી કરતી હોવાથી વધારાની રકમ મેળવવાનો હકદાર નથી. સુપ્રીમ કોર્ટે વળતરની રકમ નક્કી કરતી વખતે, ભાવિ સંભાવનાઓ માટે 40%  વધારાની રકમ આપવા અને આવકના ત્રીજા ભાગને વ્યક્તિગત ખર્ચ તરીકે બાદ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.