બેદરકાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર અપાયું
અબતક, વારિશ પટ્ટણી, ભૂજ
કચ્છ જીલ્લામાં ભાજપશાસીત ગાંધીધામ નગરપાલિકાની ગટરમાં બે કામદારો મૃત્યુ પામ્યા તે ઘટના ખરેખર માનવજાતને શર્મશાર કરનારી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા અવાર-નવાર સુરક્ષા-સુવિધા તથા ભ્રષ્ટ્રાચાર નિયંત્રણ માટે લેખિતમાં મૌખિકમાં પ્રતિનિધિ મંડળ સ્વરૂપે રજૂઆતો છતાં સંવેદનાવિહિન ગાંધીધામ નગરપાલિકાનાં સત્તાધીશો લાજવાને બદલે ગાજી રહ્યાં છે.
આ ઘટનાને કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજાએ સખત શબ્દોમાં વખોડી હતી અને મૃતક પરિવારોને ૨૫ લાખ રૂપિયા સહાય-વળતર તાત્કાલીક આવપાની માંગ સાથે ગટરના કામો અંગે નિયત કરાયેલ એજન્સીને આ રોજદારોના મૃત્યુ બાબતે તેઓની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઉપરાંત શહેર પ્રમુખ સંજયભાઇ ગાંધીએ આવી બેદરકાર એજન્સીની જવાબદારી પૂર્ણ કરી તેઓને રદ્ કરવાની માંગ કરી હતી.
આ રજૂઆત દરમ્યાન નગરપાલિકા ખાતે યજુવેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઇ ગાંધી, હાજી ગની માંજોડી, સમીપ જોષી, વિપુલ મહેતા, અમીત ચાવડા, દશરથસિંહ, ચેતન જોષી, જગદિશ ગઢવી, ભરત પ્રજાપતિ, પરબત ખટ્ટાણા, હુશન જામ, શેરબાનુ ખલીફા, પ્રેમ પરિયાણી, જ્યોતિ બરાસરા, લક્ષ્મણ સેવાણી, લતીફ ખલીફા, ધનજી મહેશ્ર્વરી, બાબુભાઇ આહિર વિ. આગેવાનોએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે આ બાબતે તેઓની સામે કડક કાર્યવાહી થવી જોઇએ. દિન-૭માં યોગ્ય નહિં થાય તો ઉગ્ર કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેમ જીલ્લા પ્રવક્તા દિપક ડાંગરની એક યાદીમાં જણાવાયું છે.