સુબોધભાઈ મગીયા પરિવાર દ્વારા શહેરના તમામ ચબૂતરા માટે બે હજાર કિલો ચણ અર્પણ
રાજકોટનાં હાલ અમેરિકા વસતા સુબોધભાઈ મગીયા અને રૂપાબેન મગીયા જે રાજકોટનાં જૈન અગ્રણી ઉપેનભાઈ મોદીનાં મિત્ર એ જયારે રાજકોટનાં જીવદયા અને માનવતાની સેવાકીય પ્રવૃતિ જાણી અને ખાસ કરીને હાલ ચાલી રહેલા કોરોના કાળ દરમ્યાન અબોલ જીવો અને પશુ પક્ષીઓ માટે જીવદયા ગુ્રપ દ્વારા થયેલી પ્રવૃતિથી પ્રભાવિત થઈ તેમને તેમનાં માતુશ્રી વિમલાબેન એચ.મગીયા અને પૌત્ર આરવ શનિભાઈ મગીયા દ્વારા જીવદયા કાર્ય માટે બે હજાર કીલો મકાઈ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ આવેલ ચબૂતરાનાં પક્ષીઓ માટે નાખવામાં આવી. આ કાર્ય માટે જીવદયા ગુ્રપનાં અગ્રણી ઉપેનભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ ગુ્રપનાં સભ્યો રમેશભાઈ દોમડીયા, પ્રકાશભાઈ મોદી, હિતેશભાઈ દોશી, નિરવભાઈ સંઘવી, અમીતભાઈ દેસાઈ, નિખીલભાઈ શાહ, વિરેન્દ્રભાઈ સંઘવી, દીનેશભાઈ મોદી, સચીનભાઈ મોદી, પારસભાઈ મોદી, હેમાબેન મોદી, સુરીલભાઈ મોદી દ્વારા આજરોજ રેસકોર્ષમાં આવેલ ચબૂતરે મકાઈ નાંખવામાં આવેલ તે ઉપરાંત રેસકોર્ષનાં તમામ ઝાડ ઉપર ખિસકોલી વગેરે માટે લીલી મકાઈ લગાવવામાં આવી છે. સર્વે કાર્યર્ક્તાઓએ ત્રણ નવકાર બોલી ચણ અર્પણ કરેલ તેમજ કાર્યક્રમનાં અંતે રમેશભાઈ દોમડીયા દ્વારા માંગલીક ફરમાવવામાં આવેલ હતું.