- રિક્ષામાં ભૂલી ગયેલા 5 લાખના દાગીના રીક્ષા ચાલકે પરત કર્યા
- CCTVના આધારે પોલીસે રીક્ષા ચાલકનો સંપર્ક કર્યો
સુરત પોલીસ દ્વારા શહેરમાં ઠેર ઠેર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સીસીટીવી કેમેરા દ્વારા મોટા ગુનેગારો સહિત સામાન્ય વ્યક્તિઓની કોઈ વસ્તુઓ ગુમ થઈ ગઈ હોય અથવા ભુલાઈ ગઈ હોય તો તેને મેળવવામાં પણ કામ આવી રહ્યા છે. ત્યારે એક દંપતી રિક્ષામાં પાંચ લાખના દાગીના ભરેલી બેગ ભૂલી ગયા હતા. આ અંગે સરથાણા પોલીસની જાણ કરવામાં આવતા સીસીટીવી આધારે રીક્ષા ચાલકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે રીક્ષા ચાલક દ્વારા ખુદ પોલીસ સ્ટેશને આવીને દાગીના સુપરત કરી દેવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો, સુરતમાં અવાર નવાર ગુનાહોના કિસ્સાઓ સામે આવતાનહોઈ છે. ત્યારે એક સરાહનીય કામગીરીનો બનાવ સામે આવ્યો છે જેમાં લચકાણાના વિપુલ નગર થી એકદમ પતિ સુરત શહેર રેલવે સ્ટેશન ખાતે રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા તેમની સાથે એક બેગ પણ હતી. જેમાં પાંચ લાખના દાગીના હતા. રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ આ દાગીના ભરેલી બેગ રીક્ષામાં જ ભુલાઈ ગઈ હતી. પાંચ લાખના દાગીના ભરેલી બેગ ન મળતા દંપતી ચિંતામાં મુકાઈ ગયું હતું. ત્યારબાદ આ અંગે સરથાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
ત્યારે ચિંતામાં મુકાઈ ગયેલા દંપતિએ સરથાણા પોલીસના ઇન્સ્પેક્ટર એમ પી ઝાલા ને રજૂઆત કરી હતી. કીમતી દાગીના ભરેલી બે હોવાથી સરથાણા પોલીસ દ્વારા તાત્કાલિક સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી તપાસ કરીને જે રીક્ષામાં બે ભુલાઈ ગઈ હતી તેના રીક્ષા ચાલક સુધી પહોંચ્યા હતા. રીક્ષા ચાલકનો સંપર્ક કરી તેની પાસેથી બેગને પરત લેવામાં આવી હતી. ત્યારબાદ આ બે દંપતીને શું પરત કરવામાં આવી હતી. જેથી દંપતીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભાવેશ ઉપાધ્યાય