કંપની સેક્રેટરીની પરીક્ષા આ વર્ષે જૂન માસમાં યોજાનાર હતી ત્યારે કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને આઇસીએસઆઈ દ્વારા હાલ આ પરીક્ષા મુલતવી રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. સાથોસાથ સીએસ એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ એક્ઝામ ટેસ્ટ કે જે 8 મેંના રોજ યોજાનાર હતી તેને પણ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દેશભરમાં જ્યારે પરિસ્થિતિ સુધરતી જણાશે ત્યારબાદ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. આઇસીએસઆઈ દ્વારા સતાવાર રીતે કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે એક મહિના પૂર્વે જ પરીક્ષાની તારીખથી વેબસાઈટ મારફત માહિતગાર કરી દેવામાં આવશે.

આઇસીએસઆઈ સીએસ જૂન 2021 ની સત્ર પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા(આઈસીએસઆઈ)એ જૂન 2021માં યોજાનારી ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ અભ્યાસક્રમોની પરીક્ષા મુલતવી રાખવાની ઘોષણા કરી છે.

મંગળવાર, 4 મે 2021 ના  સંસ્થા દ્વારા જારી કરવામાં આવેલી સૂચના મુજબ ધ ફાઉન્ડેશન પ્રોગ્રામ, એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ, 1 જૂનથી 10 જૂન 2021 દરમિયાન યોજાશે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આઈસીએસઆઈએ તેની નોટિસ દ્વારા માહિતગાર કર્યા છે કે, આઇસીએસઆઈ સીએસ જૂન 2021 પરીક્ષાઓની નવી તારીખ માટેની મહામારીની પરિસ્થિતિ આકારણી મુજબ અને વિવિધ સરકારી વિભાગો દ્વારા જારી સૂચનો મુજબ પ્રકાશિત કરવામાં આવશે.  ઉપરાંત, સંસ્થાએ તમામ વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે, સીએસ જૂન 2021 નવું ટાઇમ-ટેબલ સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે, તેથી બધા ઉમેદવારો સમયાંતરે વેબસાઇટની મુલાકાત લેતા રહે.  તે જ સમયે, આઈસીએસઆઈએ વિદ્યાર્થીઓને કોવિડ-19 રોગચાળાના મુશ્કેલ સમય દરમિયાન સીએસ જૂન 2021 ની પરીક્ષાની તૈયારીમાં મુશ્કેલીઓ ધ્યાનમાં લેતા નવી પરીક્ષાની તારીખોની ઘોષણા કરવા માટે પૂરતો સમય આપવા જણાવ્યું છે.  આઇસીએસઆઈ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ મુજબ, સીએસ જૂન 2021 સુધારેલ સમય-કોષ્ટક પરીક્ષાઓ શરૂ થવાની તારીખથી ઓછામાં ઓછા 30 દિવસ પહેલાં બહાર પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.