પ્રોફેશનલ પ્રોગ્રામમાં કોલ્હાપુરની રાશી અમૃત પારખ જયારે એક્ઝિક્યુટિવના પરિણામમાં ભૂમિકા સિંઘે ઓલ ઇન્ડિયા ફર્સ્ટ
ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા ((ICSI) દ્વારા જૂનમાં લેવાયેલી એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રોફેશનલમાં મોડ્યુલ પ્રમાણે પરિણામ જાહેર કરાયું હતું. એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પરીક્ષામાં ગુજરાત રાજ્યમાંથી મોડ્યુલ-1 માં 8.30 ટકા અને મોડ્યુલ 2માં 14.02 ટકા ઉમેદવારો પાસ થયા છે જ્યારે રાજ્યમાંથી પ્રોફેશનલ પ્રોગ્રામ પરીક્ષામાં, મોડ્યુલ – 1 માં 7.79 ટકા, મોડ્યુલ – 2માં 6.09 ટકા તેમજ મોડ્યુલ – 3 માં 14.05 ટકા ઉમેદવારો પાસ થયા છે. પ્રોગ્રામ પરીક્ષામાં મોડ્યુલ-1 માં 9.07 ટકા, મોડ્યુલ-2 13.11 ટકા અને મોડ્યુલ-3માં 7.86 ટકા ઉમેદવારો પાસ થયા છે.
કોલ્હાપુર પરીક્ષા કેન્દ્રમાંથી રાશી અમૃત પારખે અખિલ ભારતમાં પ્રોફેશનલ પ્રોગ્રામ પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પરીક્ષામાં મોડ્યુલ-1માં 5.85 ટકા અને મોડ્યુલ-ઈંઈં માં 13.05 ટકા ઉમેદવારો પાસ થયા છે. ભૂમિકા સિંઘે મેરઠ પરીક્ષા કેન્દ્રમાંથી પરીક્ષા આપી હતી જેમાં એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા ફર્સ્ટ રેન્ક મેળવ્યો હતો. એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પરીક્ષામાં રોહન દિનેશભાઇ પંજવાનીએ ઓલ ઇન્ડિયા 3જો રેન્ક, સાહિલ પટેલ ઓલ ઇન્ડિયા 6ઠ્ઠો રેન્ક અને અશ્લેષા પ્રજાપતિએ ઓલ ઇન્ડિયા 10મો રેન્ક હાંસિલ કર્યો છે. કંપની સેક્રેટરીઝ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ અને પ્રોફેશનલ પ્રોગ્રામની આગામી પરીક્ષાઓ ગુરુવાર, 21મી ડિસેમ્બર, 2023થી શનિવાર, 30મી ડિસેમ્બર, 2023 દરમિયાન યોજાશે.
હવે પછીની સીએસ એક્ઝિક્યુટિવની પરીક્ષા નવા સિલેબસ મુજબ લેવાશે
આગામી એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષા 21મી ડિસેમ્બરથી 30મી ડિસેમ્બર વચ્ચે લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર વાંચવા માટે 15 મિનિટનો વધારો સમય આપવાનું નક્કી કરાયું છે. આગામી દિવસોમા ઈજનો નવો સીલેબસ લાગુ થવાનો હોવાથી એક્ઝિક્યુટિવમાં આગામી બે પરીક્ષામા ઓલ્ડ કોર્સના વિદ્યાર્થીઓને તક આપવામાં આવશે, જોકે, જૂન 2024થી તમામ વિદ્યાર્થીઓને નવા સીલેબસ પ્રમાણે જ પરીક્ષા આપવાની રહેશે. આ જ રીતે પ્રોફેશનલમાં પણ ડિસેમ્બર 2025થી તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત નવા સીલેબસ પ્રમાણે પરીક્ષા આપવાની રહેશે. આ ઉપરાંત એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં બે ગ્રૂપમાં અત્યાર સુધીમાં ચાર-ચાર એટલે કે કુલ આઠ વિષયની પરીક્ષા આપવાની રહેતી હતી.