સુરતના ગાર્ડનો દિકરો સુનિલ ખટિક પિતાને નિવૃત કરી સારુ જીવન આપવા માગે છે
સુરતના ગાર્ડના દિકરા સુનિલ ખટિકે અમદાવાદમાં કંપની સેક્રેટરી પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષામાં ટોચનો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જે ભારતમાં ૨૦માં ક્રમે છે. ઈન્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા ગઈકાલે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જે મુજબ પ્રોફેશ્નલ પ્રોગ્રામ સી.એસ. ફાઈનલમાં ઉતીર્ણ થનારની ટકાવારી ૧.૫૩ ટકા છે. જો ૨૦૧૬ના ૧.૫૧ ટકા કરતા થોડી વધારે છે. જયારે અમદાવાદમાં ઉતીર્ણ થવાની ટકાવારી ગત વર્ષે ૪.૨૮ ટકા હતી. જયારે આ વખતે ૫.૮ ટકા થઈ છે.
સીએસની પરીક્ષામાં ટોચનો ક્રમાંક મેળવનાર સુનિલ ખટિકે તેમની સફળતાનું શ્રેય પિતા અને ભાઈને આપ્યું હતું. તેમના દ્વારા મહેનત કરી તેમણે તેના શિક્ષણ માટે ફીઝ ચુકવી હતી. તેણે જણાવ્યું હતું કે, હવેથી તે પોતાની પ્રેકટીશ શ‚ કર્યા બાદ તેના પિતાને નિવૃત કરી સારુ જીવન આપવા માગે છે. પ્રતિપાત ખટિક નામના ગાર્ડના નાના પુત્ર છે કે જેઓ માસિક ‚ા.૬૦૦૦ કમાણી ધરાવે છે. જયારે તેના મોટા ભાઈ બિલ્ડીંગ એડમિનિસ્ટ્રેટર તરીકે માસિક ‚ા.૯૦૦૦ કમાણી કરે છે. તેણે પોતાનો ઘણા સમયથી સોશ્યલ મીડિયાથી દુર રાખ્યો હતો.
આ ઉપરાંત આ પરીક્ષામાં ટોચના બીજા ક્રમે ઉતીર્ણ નનાર નિકિતા લખિયાણી ભારતમાં ચોથા સ્થાને છે. તેના પિતાનું થોડા વર્ષો અગાઉ અવસાન થયું હતું અને તેના સપનાને પૂર્ણ કરવા તેની માતાએ ખુબ જ યોગદાન આપ્યું છે કે જે ઘરેથી જ કાર્ય કરતી હતી. તેણે પણ જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી સખત મહેનત કરી હતી અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ પણ બંધ કર્યો હતો. જયારે કલ્યાણી મહેતા ત્રીજા ક્રમે ઉતીર્ણ છે જે ભારતમાં ૧૫મો ક્રમ ધરાવે છે તેણે તેના પિતાને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા. તેના પિતા દ્વારા તેઓ ગોખણપટ્ટીનો વિરોધ કરતા હોવાનું જણાવવામાં આવ્યું હતું.