ફેર એન્ડ લવલીથી ૧૦૦ ટકા ચેહરાના દાગો જતા નથી તો ડવ શેમ્પુ સંપૂર્ણપણે ખરતા વાળ અટકાવવામાં સક્ષમ નથી

હિન્દુસ્તાન લીવર, ડાબર, એરટેલ નામાંકિત કંપનીઓ છે. લોકો તેના ઉત્પાદન પર આંખ બંધ કરીને ભરોસો કરે છે. જેની સામે ઓગસ્ટ મહિનામાં ૧૧૪ છેતરણી કરતી જાહેરાતોની ફરિયાદ આવી છે. જેમાં ૫૧ ફરિયાદો સ્વાસ્થ્ય સુધારતા પ્રોડકટસની, ૩૧ શિક્ષણની, ૧૭ ખાદ્ય પદાર્થ તેમજ ૫ નિજી સારવાર માટે ઉપયોગી વસ્તુઓ તેમજ ૧૦ અન્ય કેટેગરીઓની વસ્તુઓ ભ્રમક છે તેવું સામે આવ્યું હતું.

સીસીસી કસ્ટમર કમ્પલેઈન કાઉન્સિલે હિન્દુસ્તાન લિવરને ટકોર આપી હતી તેની ડવ હેર ફોલ શેમ્પુની એડમાં બતાવવામાં આવે છે કે તે શેમ્પુ વાળ ખરતા અટકાવે છે ‘ડવ’ અતિશયોકિત દ્વારા ભ્રમક જાહેરાતો કરે છે. કંપનીની સામે ફેર એન્ડ લવલી એન્ટી માર્ક ટ્રીટમેન્ટની જાહેરાત સામે પણ ફરિયાદ આવી છે જેનો દાવો છે કે આ ટ્રીટમેન્ટ ૧૦૦ ટકા દાગ ધબ્બા હટાવે છે. એએસસીઆઈએ જણાવ્યું હતું કે ડિસ્કલેમર વગર જાહેરાત કરનાર આ કંપનીઓ ગ્રાહકોને છેતરે છે અને જો ડિસ્કલેમર બતાડવામાં આવે તો પણ દર્શકો બરાબર વાંચી શકતા નથી. ટેલિકોમ ક્ષેત્રે જુની તેમજ પ્રખ્યાત એરટેલ ભારતીની જાહેરાત સામે દાવો છે કે રૂપિયા ૨૪૪માં અનલિમિટેડ લોકલ કોલ + એસટીડી કોલ + ૧ જીબી/ દિવસનું ફોર જી /૩૬/૨૬ ૭૦ દિવસ માટે અપાશે. તેની જાહેરાત તદન ભ્રમિક છે. તેમજ એમેઝોન, ડાબર જેવી કંપનીઓને પણ અમુક જાહેરાતો માટે ટકોર આપવામાં આવી રહી છે. જેમાં ઓડોમસ મચ્છરો માટે બેસ્ટ ક્રીમ વિરોધ પણ ફરિયાદ નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.