ટેકસ ભરવામાં વિલંબ અથવા ગેરરીતિ થઈ હોય તેવા સંજોગોમાં દંડ માત્ર ભરવા પાત્ર રકમને બદલે સમગ્ર રકમ વસુલાતા કરદાતાઓ નારાજ
ઈનપૂટ ટેકસ ક્રેડિટ સિસ્ટમ હેઠળ દંડ માત્ર બાકી હોય, તેટલી જ રકમ પર વસુલવા કંપનીઓની માંગ; ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ
ગૂડ્સ એન્ડ સર્વિસ ટેકસ હેઠળ એક જ ચીજ વસ્તુ માટે ભરવામાં આવતા ડબલ ટેકસના માળખા પર કરદાતાઓને રાહત મળે અને બે-બે વાર ટેકસ ન ભરવો પડે તે માટે ઈનપૂટ ટેકસ ક્રેડિટ સીસ્ટમ લાગુ કરવામાં આવી છે. પરતુ આ સીસ્ટમને લઈ કંપનીઓ ઉવાચ થઈ ઉઠી છે. આ પધ્ધતિ હેઠળ ડબલ ટેકસમાંથી તો મૂકિત મળી રહી છે. પરંતુ ટેકસ ન ભરાયેલ સમયમાં અથવા કોઈ અનિયમિત સંજોગો ઉભા થયા હોય, તે વેળાએ સરકાર દ્વારા લદાતી પેનલ્ટી અને વ્યાજની ચૂકવણી માત્ર ભરવાપાત્ર બાકી રકમ જ નહિ પણ ટેકસની સંપૂર્ણ રકમ પર લદાતા ઉદ્યોગપતિઓએ નારાજગી વ્યકત કરી છે. અને ટેકસનો દંડ, કે વ્યાજની વસુલાત માત્ર ભરવા પાત્ર બાકી રકમ પર જ કરવામાં આવે તે માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ છે.
હાઈકોર્ટના દ્વાર ખટખટાવનાર અરજીકર્તા કૈતન કંપનીના ભાગીદાર અભિષેક રસ્તોગીએ કહ્યું કે, ઈનપૂટ ટેકસ ક્રેડીટનો લાભ ભળ્યો છે પણ તેનાથી તદન વિરૂધ્ધ ગોટાળા સર્જાતા દંડની વસુલાત ગેરકાયદે રીતે થઈ રહી છષ. જેમકે, કોઈ વ્યકિત કે કંપનીને કુલ રૂ.૧૦૦નો ટેકસ ભરવાનો છે અને ઈનપૂટ ટેકસ ક્રેડિટ હેઠળ રૂ.૮૦ અગાઉથી જ ભરાઈ જતા હવે, એને રૂ.૨૦ ટેકસ ભરવાનો બાકી છે. અને જો આ ટેકસ ભરવામાં વિલંબ થાય અથવા ન ભરાઈ, તો કંપની અથવા જે તે વ્યકિતને જે દંડ થાય તે માત્ર રૂ.૨૦ની રકમ પર જ થવો જોઈએ પરંતુ હાલ, સમગ્ર કિંમત રૂ.૧૦૦પર દંડ વસુલાય છે જે ગેરકાયદે છે. તેમણે વધુમાં જણાવતાં કહ્યું કે અમે આ માળખા વિરૂધ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.
ચીજ વસ્તુ કે ઈ સેવા જયારે કાચામાલ સ્વરૂપે હોય, છે ત્યારે તેની આયાત-નિકાસ પર ટેકસ વસુલાયો હોય છે. અનેજયારે આ વસ્તુ સંપૂર્ણ તૈયાર થઈ માર્કેટમાં આવે ત્યારે પણ કંપની કે ઉદ્યોગકારે ટેકસ વસુલવો પડે છે. આમ, એક જ ચીજ -વસ્તુ કે સેવામાં ડબલ ડબલ ટેકસના માળખામાંથી મૂકિત મળે એ માટે જીએસટી હેઠળ ઈનપૂટ ટેકસ ક્રેડિટ સીસ્ટમ લદાઈ છે. જે અંતર્ગત અગાઉ ભરાયેલ ટેકસ અને હાલમાં ભરાતો ટેકસ સરભર થઈ જાય છે. અને અગાઉ ભરાયેલ ટેકસ બાકાત કર્યા બાદ જેટલો બાકી રહે એટલો જ ટેકસ ભરવાનો રહે છે.