વી.વી.પી. ના કોમ્પ્યુટર વિભાગ દ્વારા આવતીકાલે રાજયમાં ચોથી મોટી મેગા ઓનલાઇન મોક ઇન્ટરવ્યુ ડ્રાઇવ
કોવીડ-૧૯ ના સમયમાં વિશ્ર્વભરમાં ઇન્ડસ્ટ્રી અને શૈક્ષણિક સંસ્થાઓ ઓનલાઇન શિક્ષણ અને પ્લેસમેન્ટ માટે ઝઝુમી રહી છે. ત્યારે આ આફતને અવસરમાં પણ પલટાવવા માટે કટિબઘ્ધ વી.વી.પી. ના કોમ્પ્યુટર વિભાગ દ્વારા તારીખ રપ જુલાઇના રોજ મેગા ઓનલાઇન મોક ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. વી.વી.પી. કોમ્પ્યુટરના ત્રીજા, પાંચમાં અને સાતમાં સેમેસ્ટરના રર૦ થી વધુ વિઘાર્થીઓ માટે ૩પ થી વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓના ૪૫ થી વધુ ઇન્ડસ્ટ્રી તજજ્ઞો મોક ઇન્યરવ્યુ દ્વારા વિઘાર્થીઓને ભવિષ્યના કોમ્પ્યુટર જગત માટે તૈયાર કરશે. ભારત ઉપરાંત અમેરીકા, જાપાન, ઓસ્ટ્રેલીયા, યુ.એ.ઇ. તથા યુ.કે. વગેરેમાંથી એમેઝોન, ઇન્ફોસીસ, ગોલ્ડમેન સેચ, એસેન્ચર, રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ વગેરે આંતર રાષ્ટ્રીય કંપનીઓના તજજ્ઞો દ્વારા વિઘાર્થીઓના મોક ઇન્ટરવ્યુ લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના સમયમાં ઓનલાઇન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પ્રકારનો પ્રયાસ કરનાર વી.વી.પી. ભારતની કદાચિત પ્રથમ ઇજનેરી કોલેજ છે. સંજોગો સાથે બાથ ભીડી વિઘાર્થીઓ માટે સતત નોખુ અને અનોખુ ટેકનીકલ આયોજન કરી આ પ્રકારના પ્રયાસ દ્વારા વી.વી.પી. કોમ્પ્યુટર ઉચ્ચ મેરીટ માર્કસ ધરાવતા વિઘાર્થીઓની પ્રથમ પસંદગી બની રહ્યો છે.
આગામી યુગ એન્જીનીયરીંગ અને એન્જીયરોનો છે. આ મેગા ઓનલાઇન મોક ઇન્ટરવ્યુ ડ્રાઇવની સફળતા માટે વી.વી.પી. ના આચાર્ય ડો. જયેશભાઇ દેશકર તેમજ કોમ્પ્યુટરના વિભાગીય વડા ડો તેજસ પાટલીયાના માર્ગદર્શન હેઠળ કોમ્પ્યુટર વિભાગના તમામ પ્રાઘ્યાપક ગણ અને કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવી રહી છે. વી.વી.પી. કોમ્પ્યુટરના વિઘાર્થીઓ તથા વાલીઓએ મેગા મોક ઇન્ટવ્યુ માટે છેલ્લા ૩૦ દિવસની વી.વી.પી. કોમ્પ્યુટરના પ્રાઘ્યાપકો અને કર્મચારીઓના પ્રચંક પુરૂષાર્થની સરાહના કરી છે.
સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટ લલીતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆરતથા આચાર્ય ડો. જયેશ દેશકર, કોમ્પ્યુટર વિભાગના વડા ડો. તેજસ પાટલીયા એ કોમ્પ્યુટર વિભાગના સર્વે સ્ટાફને અભિનંદન તથા વિઘાર્થીઓને મેગા મોક ઇન્ટરવ્યુ માટે શુભકામનાઓ પાઠવી છે.