રાજકોટ શહેરના એક કોટનના વેપારી પાસે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશની અલગ અલગ છ પેઢીઓએ ખરીદી કર્યા બાદ નાણાં નહિ ચૂકવતા વેપારીએ વારંવાર ઉઘરાણી કરી હતી તેમ છતાં આ પેઢીના સંચાલકોએ પૈસા નહિ ચૂકવતા અંતે વેપારીએ રૂ. 7.83 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મામલામાં રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાના પીએસઆઈ ચંદ્રસિંહ જાડેજાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મામલામાં યુનિવર્સીટી રોડ પર પુષ્કરધામ મંદિર પાસે ભાગીદારી પેઢી શીવાલીક-2 દુકાન નં.6માં એપેક્ષ કોર્પોરેશન નામે પેઢી ધરાવતાં વેપારી અશોકભાઇ માવજીભાઇ દુધાગરા (ઉ.વ.49)એ નાગપુર, આંધ્રપ્રદેશ, નાસિક, માલેગાંવની છ પેઢીઓના સંચાલકો સામે રૂ.7,83,04,573ની છેતરપીંડીની ફરિયાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. પોલીસે અશોકભાઈની ફરિયાદ પરથ માતોશ્રી માગાસ્વર્ગીય શેતકારી સહકારી સુતગીરણી મર્યાદિત માલાપુર-સાવરગાવ તા.નારખેડ જી.નાગપુર પેઢીના ચેરમેન બન્દુ તાગડે, સાગર કોટ સ્પીન ઠે. પીડુગુરાલા, જનાપાડુ, તા.ગંતુર રાજ્ય આંધ્રપ્રદેશનાં માલીક મચેરલામેરી, ઓમ ગોડાઉન ઠે.માલેગાવ તા.જી.નાશીક મહારાષ્ટ્રના માલીક એકતા શેઠ તથા હમઝાભાઇ તથા આસીફભાઇ ભાગીદાર દરજજે, શિવ ટેકસટાઇલ ઠે. માલેગાવ તા.જી.નાશીક મહારાષ્ટ્ર ભરતભાઇ માલીક દરજજે, જયશ્રી બાલાજી સ્પીનીંગ મીલ પ્રા.લી. ઠે.હંસ કોટન કમ્પાઉન્ડ, તીલક પુતલા પાસે, ગડોદીયા કુતી, ખામગાંવ જી.બુલધાણા (મહારાષ્ટ્ર) માલીક રાજેન્દ્રભાઇ તથા પ્રતીકભાઇ માલીક દરજજે અને દીક્ષા ટેકસટાઇલ્સ ઠે. પ્લોટ નં.192, વોર્ડ નં.1, બ્રાહ્માણી પરા, કલમેશ્વર જી.નાગપુર (મહારાષ્ટ્ર) વિનોદભાઇ યાદવ માલીક દરજજે વિરૂધ્ધ આઇપીસી કલમ 406, 420 મુજબ ગુનો દાખલ કર્યો છે.
ફરીયાદી અશોકભાઇએ પોતાની એપેક્ષ કોર્પોરેશન પેઢીમાંથી આ તમામ પેઢીના સંચાલકો સાથે ખરીદ, વેચાણ તથા વેરહાઉસ ભાડેથી રાખી અલગ અલગ ધંધો કરેલ હોય તેમજ ઇલેકટ્રીક લાઇટબીલના વ્યવહારો કરેલ હોઇ જે અંગેની ફરીયાદીની પેઢીને આરોપીઓની જુદી જુદી પેઢી પાસેથી કુલ રૂ.7,83,04573 લેણી નિકળતી રકમ ફરીયાદીને પરત આપતા ન હોઇ ફરીયાદીએ રૂબરૂ તેમજ ફરીયાદીએ ટેલીફોનીક પણ પોતાની લેણી નીકળતી રકમ પરત આપી દેવા અવાર નવાર જણાવેલ પરંતુ ઉપર મુજબના પેઢીના માલીકો/વહીવટ કર્તાઓએ ફરીયાદીની પેઢીને આજદિન સુધી બાકી નીકળતી રકમ પરત નહી આપી ફરીયાદીની પેઢી સાથે ઠગાઇ, છેતરપીંડી તથા વિશ્વાસધાત કર્યાનું ફરિયાદમાં જણાવાયુ છે.
અશોકભાઇએ જણાવ્યું છે કે હાલમાં હું તથા મારા મીત્ર દિનેશભાઈ મકવાણા ભાગીદાર છીએ અને આ પેઢીનો વહીવટ હું સંભાળુ છું. અમારી ભાગીદારી પેઢીમાં કોટન તથા વેસ્ટ કોટન, ફ્લેટ, સ્વીપીગ, કોટન મીકસ તથા કોટન યાર્ન વિગેરેનો ખરીદ-વેચાણ કરવાનો વ્યવસાય કરીએ છીએ. તેમણે જણાવ્યું છે કે, આજથી આશરે ત્રણેક વર્ષ પહેલા અમારા ધંધાકીય ક્ષેત્રે પરીચીત વિનોદ યાદવ મારફતે માતોશ્રી માગાસ્વર્ગીય શેતકારી સહકારી સુતગીરણી મર્યાદિ” માલાપુ 2-સાવરગાવ તા.નારખેડ જી.નાગપુર(મહારાષ્ટ્ર) નામની પેઢીના ચેરમેન બન્દુ તાગડે સાથે ઓળખાણ થયેલ અને તેઓ સ્પીનીંગ મીલ ચલાવતા હોય અમો પણ આ વ્યવસાય સાથે સંકળાયેલ હોય જેથી અમારી પેઢીએ તેમની મીલ ભાડે રાખેલ જે અંગે તેઓને માસીક રૂ.9,00,000 ભાડુ ચુકવવાની શરતે તેની સાથે લેખીતમાં તા.01/07/2021 થી એક વર્ષ માટે રૂ.300ના સ્ટેમ્પ પર રાજકોટ ખાતે નોટરાઇઝ એગ્રીમેન્ટ અમો બંને પાર્ટી વચ્ચે કરવામાં આવેલ જેની નકલ આ સાથે રજુ કરૂ છું. આ એગ્રીમેન્ટ મુજબ અમારી પેઢીએ સામાવાળાને રૂ.50,00,000 લાખ ડીપોઝીટ ચુકવેલ હતી જે ડીપોઝીટ અમે આ મીલ ખાલી કરીએ તેના બે મહિના અગાઉ તેઓને લેખીતમાં જાણ કરી મીલ ખાલી કરવાની શરત એગ્રીમેન્ટમાં કરવામાં આવેલ બાદ અમોએ આ એગ્રીમેન્ટ થયા બાદ અમારી એપેક્ષ કોર્પોરેશ પેઢીમાંથી કાચો માલ (કોટન ગાસડી) વેચાણથી આપતા અને માતોશ્રી માગાસેત સહકારી સુતગીરની મર્યાદી પેઢી પાસેથી કોટન યાન (દોરા) તથા કોટન વેસ્ટ માલ ખરીદ પણ કરતા હતા.
ત્યારબાદ અમે તા. 24/05/2022ના રોજ લેખીત નોટીસ આપેલ હતી અને ભાડે રાખેલ મીલ ખાલી કરી આપેલ હતુ જે સમયે અમારી પેઢીના ડીપોઝીટ સહીતના કુલ રૂ.5,39, 47,875 પુરા લેવાના નીકળતા હતા જેમાંથી તેઓ દ્વારા રૂ.64,00,000 પુરા રીપેરીંગ અને મેઇનટેનન્સની રકમ બાદ કરી તા.13/05/2022ની સ્થિતીએ બાકી રહેતી રકમ રૂ.4,75,42,875 અમારે તેઓ પાસેથી લેવાની નિકળે છે. અને અમોએ તમામ વ્યવહાર અ મારી પેઢીના એસ.બી.આઇ. બેન્ક મારફતે કરેલ છે અને અમારી લેણી નીકળતી રકમ અમને પરત આપતા ન હોય અને અલગ અલગ બહાના બતાવી ખોટો સમય પસાર કરે છે.
સાગર કોટ સ્પીન ઠે. પીડુગુરાલા, જનાપાડુ, તા. ગંતુર રાજ્ય આંધ્રપ્રદેશનાં માલીક મચેરલામેરી છે જેઓને અમારી પેઢી મારફતે તા. 19/10/2021 થી 13/04/2022 દરમ્યાન કોટન યાન (દોરા) તથા કોટન વેસ્ટ માલ વેચાણ કરતા અને કોટન ગાંસડી ખરીદ કરતા હતા તેમજ અમારી પેઢી મારફતે અલગ અલગ બીલથી ઉધારમાં માલની ખરીદ તથા વેચાણ કરેલ છે જે માલ આરોપીને યોગ્ય સારી હાલતમાં મળી ગયેલ છે જેમાં અમારે તેઓની પાસેથી તા.01/04/2021 થી તા.31/03/2023 દરમ્યાન લેઝર એકાઉન્ટની બેંક દ્વારા એન્ટ્રીઓ થયેલ છે જેમા અમારી પેઢીને બાકી રહેતી રકમ રૂા.1,23,17,678 લેવાની નિકળતી હોય પણ આપતાં નથી.
તેવી જ રીતે ઓમ ગોડાઉન પેઢી પાસેથી વેર હાઉસની ડિપોઝીટ પેટે આપેલી રકમ તેમજ અન્ય વ્યવહારો પેટે રૂ. 1.10 કરોડ, શિવ ટેકસટાઇલ પાસે યાર્ન પેટે રૂ. 19.43 લાખ, જય શ્રી બાલાજી સ્પીનીંગ મીલ પ્રા.લી. પાસે મિલના ભાડા પેટે આપેલી ડિપોઝીટબી રકમ રૂ. 16.20 લાખ અને દીક્ષા ટેકસટાઇલ્સ પાસે યાર્નની ખરીદી પેટે રૂ. 37.72 લાખ લેવાના નીકળતા હોય પણ ઉઘરાણી કરવા છતાં પણ આપતાં નથી.
હાલ આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાની પીએસઆઈ ચંદ્રસિંહ જાડેજાની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.