પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા સરકારે વર્ષ 2017 માં ઝીરો કાર્બનનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. જેના ભાગરૂપે વિવિધ ક્ષેત્ર આ દિશામાં આગળ વધી રહ્યું છે. ત્યારે સિમેન્ટ ઉદ્યોગની વાત કરવામાં આવે તો આ ક્ષેત્રે પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધુ અને કાર્બન ઉત્સર્જન પણ વ્યાપક પ્રમાણમાં થતું હોય છે જેને ધ્યાને લઈ દેશની ખ્યાતના સિમેન્ટ કંપની અલ્ટ્રાટેક અને દાલમ્ય ભારત અધ્યતન ટેકનોલોજી નો ઉપયોગ કરી પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે મેદાને આવી છે. હાલ આ કંપનીઓ દ્વારા ફોસ્ફોજીપ્સમ, ફ્લાઇએસ હિતના ઔદ્યોગિક કચરાનો ઉપયોગ કરી ગ્રીન સિમેન્ટ બનાવવાનો નિર્ધાર કર્યો છે.

અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા અલ્ટ્રાટેક અને દાલમિયા ભારત મેદાને

આંકડાકીય માહિતી અનુસાર અલ્ટ્રાટેક સિમેન્ટ પાસે 57000 મેટ્રિક ટન ઔદ્યોગિક કચરો પડેલો છે જેને પ્રોસેસ કરી ગ્રીન સિમેન્ટ બનાવાશે. સરકાર ના લક્ષ્યાંક ને સિદ્ધ કરવા ગ્લોબલ સિમેન્ટ એન્ડ કોન્ક્રીટ એસોસિએશન એ સિમેન્ટ ઉદ્યોગમાં વર્ષ 2050 માં નેટ ઝીરોનો ટાર્ગેટ હાંસલ કરવાનો નિર્ણય કર્યો છે. સિમેન્ટ બનાવવા માટેના અનેક પડકારો છે જેમાં સરકાર યોગ્ય રીતે સહાય કરશે તો ગ્રીન સિમેન્ટ સરળતાથી નિર્માણ પામશે અને કાર્બનને પ્રદૂષણનો જે પ્રશ્ન સતાવી રહ્યો છે તેના ઉપર પૂર્ણવિરામ પણ મુકાશે. બ્લેન્ડેડ સિમેન્ટ એટલે કે ગ્રીન સિમેન્ટના ઉપયોગમાં કાર્બનનો ઉપયોગ 60 ટકા જેટલો ઘટી જાય છે જે કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણ ઘટાડવામાં ખૂબ મહત્વનો ભાગ પણ ભજવે છે.

સિમેન્ટનો ઉપયોગ કરવા માટે ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ અને ટેકનોલોજી ની આવશ્યકતા રહે છે જે ઉત્પાદન ખર્ચ વધારે છે ત્યારે આ મુદ્દે સરકાર જો ગંભીરતાથી વિચાર કરી યોગ્ય પગલા ભરે તો આજે પડકાર છે તે અવસરમાં રૂપાંતરિત થશે. સામાન્ય સિમેન્ટની સરખામણીમાં બ્લેન્ડેડ સિમેન્ટ એટલે કે ગ્રીન સિમેન્ટ નો ભાવ સ્થાનિક બજારમાં બમણો હોય છે ત્યારે સરકાર આર્થિક સહાય આપે એ પણ એટલું જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.