બેથી ત્રણ દિવસમાં જૂના ઓર્ડરના નિકાલ કરવાની કવાયત થશે
આગામી તા.૧ જુલાઈથી જીએસટીની અમલવારી થઈ રહી છે. જેથી જીએસટીને અનુકુળ થવા ટોચની કંપનીઓએ આગામી બેથી ત્રણ દિવસમાં જૂના ઓર્ડરોનો નિકાલ કરવાનુ શ‚ કરી દીધું છે. અને નવા ઓર્ડર સ્વીકારવાનું બંધ કર્યું છે. જીએસટી માટે કંપનીઓ સજજ થવા સમય ઈચ્છી રહી છે.
જો ઓર્ડર ૧ જુલાઈ પહેલા મોકલવામાં આવે અને વેચાણ ત્યારબાદ થાય તો ડિલરો ઉપર કર ભારણ વધી જાય. ટ્રાન્સમીશનના નિયમ મુજબ ડિલરોને ૪૦-૬૦ ટકાની ક્રેડીટ મળશે. જીએસટીની અમલવારી માટે કંપનીઓના માલીકોને માનસીક તૈયારી કરવી પડશે જયો કંપનીઓના ઈન્ફ્રાસ્ટ્રકચર પણ વિકસાવવું પડશે.