અબતક-રાજકોટ
રાજકોટ જિલ્લા લાઇવલીહુડ મિશનના નેજા હેઠળ 127 ગ્રામ સંગઠ્ઠનોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડની ચુકવણી કરવામાં આવી છે.રાજ્ય સરકારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી શહેરી અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે “મિશન મંગલમ” અને સખીમંડળની યોજના અમલમાં મુકી છે.
આ તમામ સખીમંડળના બે-બે પ્રતિનિધિઓ મળીને ગ્રામ્યસ્તરે બનેલા ગ્રામ સંગઠ્ઠનોને મહત્તમ રૂ. 70 હજારની મર્યાદામાં રહીને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવે છે, જેનો ઉપયોગ નિશ્ર્ચિત ધારા-ધરોણોને આધીન આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓમાં જ કરવાનો રહે છે.
રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાં કુલ 230 ગ્રામ સંગઠ્ઠનોનું નિર્માણ કરાયું છે, જે પૈકી 127 ગ્રામ સંગઠ્ઠનોને તેમની માંગણી મુજબ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ચુકવવામાં આવ્યું છે. ગોંડલ તાલુકાના 29 પૈકી 23 ગ્રામ સંગઠ્ઠનોને, જામકંડોરણા તાલુકાના 10 પૈકી 6 ગ્રામ સંગઠ્ઠનોને, કોટડાસાંગાણી તાલુકાના 12 પૈકી 11 ગ્રામ સંગઠ્ઠનોને, લોધિકા તાલુકાના 25 પૈકી 17 ગ્રામ સંગઠ્ઠનોને, પડધરી તાલુકાના 12 પૈકી 8 ગ્રામ સંગઠ્ઠનોને, રાજકોટ તાલુકાના 11 પૈકી 6 ગ્રામ સંગઠ્ઠનોને, ઉપલેટા તાલુકાના 17 પૈકી 8 ગ્રામ સંગઠ્ઠનોને, ધોરાજી તાલુકાના 18 પૈકી 10 ગ્રામ સંગઠ્ઠનોને, જેતપુર તાલુકાના 19 પૈકી 5 ગ્રામ સંગઠ્ઠનોને, જસદણ તાલુકાના 29 પૈકી 19 ગ્રામ સંગઠ્ઠનોને અને વીંછીયા તાલુકાના 19 પૈકી 14 ગ્રામ સંગઠ્ઠનોને રાજ્ય સરકાર દ્વારા કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડનું ચુકવણું કરવામાં આવ્યું છે, તેમ નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશનના જિલ્લા આસીસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર સરોજબેન મારડિયાની યાદીમાં જણાવાયું છે.