પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને તેમના પત્ની માલીનીબેને નેહા કકકરનું કર્યુ સન્માન: પાર્શ્ર્વ ગાયિકા નેહા કક્કરે શ્રોતાઓને કર્યા મંત્રમુગ્ધ

પોલીસ પરિવારના વેલફેર અને રામનાથપરા જૂની જેલ પાસે કોમ્યુનિટી હોલ બનાવવા માટે પાર્શ્ર્વ ગાયિકા નેહા કકકર અને જાણીતા લોક સાહિત્યકાર કિર્તીદાન ગઢવીના શોમાં શ્રૌતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા. મ્યુઝિકલ નાઇટ શો થકી થયેલી સવા કરોડની આવકમાંથી રામનાથપરા જૂની જેલ ખાતે કોમ્યુનિટી હોલ બનાવતા રકમ વધશે તો પોલીસ વેલફેર માટે જમા કરાવવામાં આવશે તેમ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છે.

WhatsApp Image 2020 01 24 at 8.40.36 AM 1

નેહા કકકર મ્યુઝિકલ નાઇટ શોનું રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે દિપ પ્રગટાવી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ નેહા કકકર ટીમ સાથે વિરાણી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં પહોચી ત્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને તેમના પત્ની માલીનીબેન અગ્રવાલ દ્વારા સન્માન કર્યુ હતું. તેમજ મ્યુઝિકલ નાઇટના સ્પોન્સરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. નેહા કકકર મ્યુઝિકલ શો થકી અંદાજે સવા કરોડનું ફંડ એકઠું થયું છે તેમાંથી રૂ.૪૦ લાખનો ખર્ચ થયો છે. બાકીની રકમમાંથી રામનાથપરા જૂની જેલ ખાતે પોલીસ પરિવાર માટે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે અને રકમ વધશે તો પોલીસ વેલફેરમાં જમા કરવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

WhatsApp Image 2020 01 24 at 8.40.36 AM

નેહા કકકર મ્યુઝિકલ શોમાં મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપના અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, જિલ્લા કલેકટર રેમ્યા મોહન, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

DT.23 01 2020 NEHA KAKKAR SHOW0101

મહેમાનનું શાબ્દિક સ્વાગત કરતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, સંવેદનશીલ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ પારદર્શક અને નિર્ણાયક સરકારના માર્ગ દર્શનથી ગુનાખોરીમાં અંકુશ આવ્યો છે. રાજય સરકારે પોલીસ જવાનોને સુવિધા સભર આવાસ સુવિદા માટે બે બેડરૂમ રસોડુ સહિતની જોગવાઇ કરેલી છે. શહેર પોલીસ માટે ૪૦૦ આવાસો બનાવવામાં આવનાર છે. તે પૈકી ૨૦૦ મકાન અને કોમ્યનિટી હોલ રામનાથપરા ખાતે બનાવવામાં આવશે

નેહા કકકર મ્યુઝિકલ શોને સફ્ળ બનાવવા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચ એસીપી જયદીપસિંહ સરવૈયા, એસીપી ગેડમ, એસીપી ટંડલ, એસીપી રાઠોડ, એસીપી પટેલ, એસીપી દીયોરા, અને તમામ પીઆઇની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.