૧૦ યુગલો પ્રભુતામાં પગલા પાડશે: બટુકો યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરશે: દીકરીઓને ૮૦ વસ્તુઓનો કરિયાવર: સૌરાષ્ટ્રભરના બ્રહ્મ અગ્રણીઓ આપશે હાજરી: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
સમસ્ત ઔદિચ્ય બ્રહ્મ પરીવાર-જેતપુર આયોજીત સમુહલગ્ન તથા યજ્ઞોપવિત ઉત્સવનું આયોજન તા.૧૦/૧૨/૨૦૧૮ને સોમવારના રોજ ભીડભંજન મહાદેવ મંદિર, જેતપુર મુકામે કરવામાં આવેલ છે. જેમાં કુલ ૧૦ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે સાથે અન્ય બટુકો પણ યજ્ઞોપવિત (જનોઈ) સંસ્કાર ધારણ કરશે. નવદંપતિઓને કુલ ૮૦ જાતની ઘર-વપરાશની ચીજ-વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવશે. જેમાં કુલ અંદાજે ૪૦ દાતાઓ સહયોગ આપી રહ્યા છે.
આ કાર્યક્રમમાં મુખ્ય ઉદઘાટક તરીકે પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા તેમજ મુખ્ય મહેમાન તરીકે રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા કે જે વર્ષોથી આ સંસ્થાને મદદરૂપ થયા છે. તેમજ રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, શાસ્ત્રીજી રમેશભાઈ કાંતિલાલ ઠાકર, ગં.સ્વ.દમયંતીબેન રમેશચંદ્ર વ્યાસ-કુકાવાવ, રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર, જેતપુરના જોષીબાપા, વિજયભાઈ જીવરાજાની ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ અતિથિ વિશેષ તરીકે પૂર્વ ધારાસભ્ય જશુમતીબેન કોરાટ, કુસુમબેન સખરેલીયા, જયસુખભાઈ ગુજરાતી, ચેરમેન હંસાબેન પંડયા, અશ્ર્વિનભાઈ મહેતા, હસુભાઈ જોષી, મહેશભાઈ જોષી, ઉદયનભાઈ ત્રિવેદી, સીમાબેન વ્યાસ, પંકજભાઈ જોષી, નિખીલભાઈ રાજયગુરુ, હિમતભાઈ ભટ્ટ, ધર્મેશભાઈ રાજાણી, ભરતભાઈ રાવલ, અશોકભાઈ વ્યાસ, રશ્મીનભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ તા.૧૦/૧૨ સોમવારના મંડપારોપણ, ૫:૩૦ કલાકે જાન આગમન, ૧૦ કલાકે હસ્તમેળાપ, ૧૧ કલાકે આશીર્વચન, ૧૨ કલાકે ભોજન સમારંભ અને અંતમાં બપોર બાદ જાન વિદાય યોજાશે. આ સમગ્ર કાર્યક્રમને પ.પૂ.કમલનાથજીબાપુ ગુરુ ગીતાનાથજીબાપુ મહંત ભીડભંજન મહાદેવ મંદિર, જેતપુર અને પ.પૂ.નીલકંઠચરણદાસસ્વામિ કોઠારી સ્વામી સ્વામિનારાયણ મંદિર ગાદીસ્થાન જેતપુર આશીર્વચન આપી આ શુભ કાર્યને દિપાવશે. વિશેષ માહિતી માટે મો.૯૮૭૯૬ ૮૩૮૩૫ અને ૯૯૯૮૨ ૫૧૦૦૧ પર સંપર્ક કરવા જણાવાયું છે. સમુહલગ્ન અને યજ્ઞોપવિત કાર્યક્રમને સફળ બનાવવા હર્ષદભાઈ રાવલ, પ્રવિણભાઈ સી.વ્યાસ, હરેશભાઈ પંડયા, જીજ્ઞેશભાઈ બી.જોષી, યોગેશભાઈ પંડયા, ગૌરાંગભાઈ પંડયાના માર્ગદર્શન હેઠળ ઔદિચ્ય બ્રહ્મપરિવાર-જેતપુરની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રવકતા જયંત ઠાકર અને સમગ્ર મીડિયા ઈન્ચાર્જ હરેશભાઈ જોષી, સમસ્ત ઔદિચ્ય બ્રહ્મ પરીવારના પ્રમુખ હર્ષદભાઈ રાવલ, ચીફ એડવાઈઝર પ્રવિણભાઈ સી.વ્યાસ, ઉપપ્રમુખ હરેશભાઈ પંડયા, મંત્રી જીજ્ઞેશભાઈ બી.જોષી, પ્રોજેકટ ચેરમેન યોગેશભાઈ પંડયા, ગૌરાંગભાઈ પંડયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.