કોમનવેલ્થમાં સિરિંગ લાવવાના નિયમો ભંગ, ભારતીય બોકસરોની પણ તપાસ
રાષ્ટ્રમંડળ ખેલ મહાસંઘે ગોલ્ડ કોસ્ટ ખેલમાં સિરિંજ મળ્યા બાદ એસોસીએશનને મળવા માટે બોલાવવામાં આવ્યા છે. જોકે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ તેમાંથી ભારત પણ હોય શકે છે. સીજીએફના સીઈઓ ડેવિડ ગ્રેવમબર્ગે સિરિંજ મળ્યાનો ખુલાસો કર્યો છે પણ હજુ સામે આવ્યું નથી કે કયા દેશે સિરિંજના પ્રતિબંધનો કાયદો તોડયો છે. આ મામલે ભારતીય બોકસરોની તપાસ કરવામાં આવી રહી છે. આવતીકાલે કોમનવેલ્થ ગેમ્સનું ઉદઘાટન થઈ રહ્યું છે અને ૫મી એપ્રિલથી કોમનવેલ્થ ચાલુ થઈ જશે.
ભારતીય દળે કહ્યું કે, સિરિંજ કમ્પાઉન્ડમાં રહેલી ટીમોમાંથી પણ કોઈકની હોય શકે છે. કોમનવેલ્થની આયોજન સમિતિના ચેરમેન પીટર બીટીએ જણાવ્યું હતું કે, આ મામલે સંપૂર્ણ પારદર્શકતા સાથે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેને સજા પણ આપવામાં આવશે. તેની વિગત તપાસ બાદ જાહેર કરવામાં આવશે.
સિરિંજ પ્રતિબંધ પોલીસી
* કોમનવેલ્થ ગેમ્સમાં રીકવરી, થેરાપી, ડાયાબીટીઝ અથવા કોઈપણ પાવર બુસ્ટર સિરિંજ લાવવી નથી.
* જે ખેલાડીઓને અમુક પ્રકારની સિરિંજ લેવા માટે માન્યતા આપવામાં આવી છે તે અન્યના હાથમાં ન આવે તેની સાવચેતી અને ડિસ્પોઝલ ફરજીયાત છે.
* ઉપયોગ લેવાયેલી સિરિંજને બાયો હેઝાર્ડ ક્ધટેઈનરમાં ડિસ્પોઝ કરવું.
* આ પોલીસીની અવગણના કરનારા પર એકશન લેવામાં આવશે.
* નોંધણી અને બિનજરૂરી સિરિંજ કોઈ પણ ખેલાડી લાવી શકે નહીં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,