કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (સીજીએફ) કોર્ટે ભારતીય દળના શિબિરની પાસે સીરિંજ મળવાના મામલે ઇન્ડિયન ડોક્ટરોને ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, સીરિંજને યોગ્ય રીતે ડિસ્પોજ નહીં કરવાની ભૂલ ફરીથી ના થવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, 30 માર્ચના રોજ એવા સમાચાર આવ્યા હતા કે, એક ભારતીય બોક્સરના રૂમમાંથી સીરિંજ મળી છે. ત્યારબાદ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના સીઇઓ ડેવિડ ગ્રેવેમબર્ગે મામલાની તપાસ કરવાના આદેશ આપ્યા છે.
ભારતીય શિબિરમાંથી સીરિંજ મળવાની ફરિયાદ સીજીએફના મેડિકલ કમિશને સીજીએફ કોર્ટને કરી હતી. કોર્ટે ભારતીય ડોક્ટર અમોલ પાટિલને ‘નો નિડલ પોલિસી’ના પેરેગ્રાફ એક અને બેના ઉલ્લંઘનની દોષી ગણાવ્યા. કોર્ટે પાટિલને ઠપકો આપો, પરંતુ કોઇ પ્રકારના પ્રતિબંધ ના લગાવ્યા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,