માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરની જાહેરાત: પ્રવેશ પરીક્ષાનું સરળીકરણ
એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે ૨૦૧૮ી કોમન ટેસ્ટ લેવાશે તેવી જાહેરાત માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કરી હતી.
ઓલ ઈન્ડિયા કાઉન્સીલ ઓફ ટેકનીકલ એજયુકેશન અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે મહારાષ્ટ્ર, ગુજરાત, તામીલનાડુ, બંગાલ વગેરે સહિત દેશના રાજયોમાં એન્જીનીયરીંગ કોલેજોમાં પ્રવેશ માટે જુદી પ્રવેશ પરીક્ષા લેવાય છે પરંતુ આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૧૮ી કોમન એન્ટરન્સ ટેસ્ટ જ લેવાશે. આ એક સારો નિર્ણય છે. આનાી એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માગતા છાત્રોની ઘણી વિડંબણા દૂર શે.
આ એક આવકારદાયક નિર્ણય છે. દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સમાં આ નિર્ણયની ઘોષણા કરતા મંત્રી જાવડેકરે આગળ જણાવ્યું હતું કે, યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાંટ કમિશનનો પણ મત લેવામાં આવ્યો છે. આ રીતે સરકાર એન્જીનીયરીંગ અને મેડિકલ ફીલ્ડમાં પ્રવેશ પરીક્ષાઓ માટેની પ્રક્રિયાનું સરળીકરણ કરી રહી છે.
માર્ચ માસમાં શું યું હતું?
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓલ ઈન્ડિયા કાઉન્સીલ ઓફ ટેકનીકલ એજયુકેશન નામની બોડીએ ગત માર્ચ માસમાં એન્જીનીયરીંગ કોલેજોમાં પ્રવેશ પરીક્ષા માટે કોમન એન્ટરન્સ ટેસ્ટ લેવાનો ઈરાદો જાહેર કર્યો હતો અને તે મુજબનો એકશન પ્લાન ઘડીને કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલયને મોકલી આપ્યો હતો. મહારાષ્ટ્ર, તામીલનાડુ અને પશ્ર્ચિમ બંગાળે એન્જીનીયરીંગ એન્ટરન્સ ટેસ્ટ મામલે જુદો ચીલો ચાતરવાનું શ‚ કરતા ઓલ ઈન્ડિયા ટેકનીકલ એજયુકેશન બોડીએ આ નિર્ણય લેવો પડયો હતો.