સંસ્યુકૃત શબ્દ છે જે મૂળ યુજ માંથી ઉતરી આવ્યું છે યુજ એટલે નિયંત્રણ મેળવવું, વર્ચસ્વ મેળવવું કે સંગઠિત કરવું. બીજા શબ્દોમાં કહીએ તો યોગ એટલે જોડવું, સંગઠિત કરવું, એકત્ર કરવું, જોડાણ કરવું અને ઉપયોગી પદ્ધતિ. યોગનું વૈકલ્પિક મૂળ યુજિર સમાધૌ છે, જેનો અર્થ એકાગ્રતા મેળવવી કે ધ્યાન ધરવું એવો થાય છે.યોગની સાધનાની ઍક ખૂબી છે કે તેના આસનો દ્વારા યુવાન કે વૃદ્ધને શરીરને ચુસ્ત, તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તમે વધુ સારી રીતે યોગના આસનોને સમજી શકો છો. તમે બાહ્ય દેખાવ અને યંત્રવત આસનો કરવાને બદલે તેના મય થઈ જાવ છે.
યોગ એ એક અભ્યાસ પ્રક્રિયા છે જેમાં શરીરના અંગો દ્વારા શારીરિક મુદ્રાઓ અને માનસિક સ્થિતિ જેમ કે ધ્યાન નો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો યોગ ના ઘણા ફાયદા છે. યોગ નો દરરોજ અભ્યાસ કરવાથી શરીર માં એક લચીલાપણું આવે છે સાથે મન પણ શાંત થાય છે. યોગ નો એક અધ્યાત્મિક ઉદેશ્ય પણ છે કે તેના દ્વારા વ્યક્તિ જન્મ અને મૃત્યુ ના ચક્ર માં થી મુક્ત થયી શકે છે.
યોગાસનની શરૂઆત કરતા પહેલા ધ્યાનમાં લેવાતી બાબત
- સવારે સૂર્યોદયના પહેલા ઉઠવું જોઈએ.
- ઉઠીયા પછી શૌંચ જવું.
- સ્નાન કર્યાપછી યોગાસન શરૂકરીએ તો શરીરમાં લચીલાપણું આવી જાય છે. પરંતુ સ્નાન કાર્ય વગર પણ યોગાસન કરી શકાય
- યોગા કપડા , શેતરંજી અને આસપાસની જગ્યા ચોખ્ખી રાખવી.
- કોઈ પણ આસન શાંત ચિત્ત થઇ કરવું.
- આસન હમેશા ફર્સ પર મેટ કે ચાદર પાથરી કરવું જોઈએ.
- આસન કરતા સમયે મોં બંધ રાખી નાકથી શ્વાસ લેવા તથા છોડવો જોઈએ.
- માસિક ધર્મ કે ગર્ભવતી દરમિયાન કોઈ નિષ્ણાતની ઉપસ્થિતિમાં કરવા.
- આસન ધીરે ધીરે , કષ્ટ (પીડા) વગર ધ્યાનપૂર્વક કરવા.
- જેવા આસન કરીશું તેવું શરીરમાં લાચીલાપણું આવે છે.
- યોગ નિયમિત કરવું જોઈએ.
- ખાલી પેટ આસન કરવાથી તેના ફાયદા વધી જાય છે.
- જમ્યાના ૨-૩ કલાક પછી આસન, પ્રાણાયામ કરવા જોઈએ.
- યોગાની(આસન ,પ્રાણાયામ) ૧ કલાક પેહલા કે પછી કઈ ખાવું પીવું નહિ.
- આસન ,પ્રાણાયામ કરતા સમયે મનમાં કોઈ પ્રકારની ચિંતા કરવી નહિ.
- રોગાવસ્થામાં(બીમારીમાં) આસન, પ્રાણાયામ કોઈ યોગ ચિકિત્સક ની સલાહ પ્રમાણે કરવા.
- જો બાળક ને આસન કરાવા હોય તો ૧૦વર્ષની ઉમર પહેલા કરાવવા નહિ.
- આસન તેમજ પ્રાણાયામ દરમ્યાન અથવા પછી પેશાબ ને રોકવું નહિ .જેનાથી મૂત્ર દ્વારા ગંદકી / કચરો બહાર નીકળી જાય છે.
- શરીરમાં કોઈ પ્રકારનું ઓપરેશન કરાવ્યું હોય તો ૩-૬ માસ આસન કરવા નહિ. ડોક્ટરની સલાહ લઈ ને યોગા કરી શકાય છે.