વડાલ ગામે આવેલા એક ખેતરમાંથી રવિવારે કોમન સેન્ડ બોચાં સાપના 13 જેટલા બચ્ચા મળી આવતા આ બચાઓનું રેશક્યું કરી, કુદરતના ખોળે છોડી મુકવામાં આવ્યા હતા.
જૂનાગઢના જાણીતા ધારાશાસ્ત્રી અને કેળવણીકાર અમુભાઈ પાનસુરીયાની જૂનાગઢના વડાલ ખાતે ખેતીની જમીન આવેલ છે, ત્યારે આજે ખેતરમાં રહેલ ખાતરની ઉઠરેટી હટાવતા હતા તે દરમિયાન તેમાંથી કોમન સેન્ડ બોચાં સાપ એટલે કે ધુડી સાપના બચ્ચા નજરે પડતા તાત્કાલીક લાખોટા નેચર કલબના કીિર્તિબેન રાજગોરને ફોન કરી જાણ કરવામાં આવતાં સ્નેક કેચર આકાશ ગાંધી, નિલેશ ડોબરીયા અને દર્શન ડોકલ વડાલ ખાતે દોડી ગયા હતા અને એક પછી એક એમ કુલ મળી 13 કોમન સેન્ડ બોચાં સાપના બચ્ચાને રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યા હતાા. અને બાદમાં જંગલ વિસ્તારમાં કુદરતના ખોળે છોડી મુકવામાં આવ્યા હતા.